વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરવાના નિર્ધાર સાથે ભરૂચની Mountain Girl સીમા ભગત નેપાળ રવાના થઈ, સીમા ઐતિહાસિક ઘટનાને અંકિત કરશે

|

Apr 07, 2023 | 1:27 PM

37 વર્ષીય આદિવાસી યુવતીએ તાંઝાનિયા(tanzania) દેશમાં સ્થિત વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલીમંજારો (Mount Kilimanjaro)નું પર્વતારોહણ કર્યું છે. પરંપરાગત સાડી(Saree)માં 5895 મીટર ઊંચા પર્વતને 4 રાત અને 5 દિવસમાં સર કરી ટોચ ઉપર પોહચી સીમા ભગતે તિરંગો(Indian Flag) લહેરાવી ત્યાં બેસી ડો. બાબા સાહેબ આંબેડકર (Dr Babasaheb Ambedkar)નું પુસ્તક પણ વાંચ્યું હતું

વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરવાના નિર્ધાર સાથે ભરૂચની Mountain Girl સીમા ભગત નેપાળ રવાના થઈ, સીમા ઐતિહાસિક ઘટનાને અંકિત કરશે

Follow us on

Mountain Girl  તરીકે ઓળખાતી ભરૂચની સિમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટ”ને સર કરવાનું બિડું ઝડપ્યું છે. આજથી સીમા નેપાળમાં એવરેસ્ટ એક્સપિડિશન ચઢાઈ કરવાના પ્રથમ ચરણની પ્રારંભ કરી રહી છે. માઉન્ટ એવરેસ્ટ હિમાલય પર્વતનું વિશ્વનું સૌથી ઊંચું શિખર છે જેની ઊંચાઈ 8848.86 મીટર છે.એવરેસ્ટનું પર્વતારોહણ એક મુશ્કેલ સાહસ માનવામાં આવે છે. ગુજરાતની દીકરી સીમા આ શિખરની ટોચ પર ત્રિરંગો લહેરાવવા ઉત્સાહ સાથે રવાના થઈ છે. હિમાલય હાડ થીજાવી નાખતી ઠંડી અને કઠણ યાત્રા મંઝિલ સુધીના સફરને રોમાંચ સાથે પડકારોથી ભરી દે છે. માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતની 60 દીવસ સુધીની યાત્રા નિર્વિધ્ન પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે સીમા ભગતને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કરી શુભકમના પાઠવી હતી.

સીમાના એવરેસ્ટ સર કરવાના સ્વપ્નને પૂર્ણ કરવા ભરૂચવાસીઓએ ઝુંબેશ ઉપાડી

સીમા દિલીપભાઈ મૂળ નેત્રંગ તાલુકાના મૌઝા ગામના વતની છે. સીમા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. આદિવાસી પટ્ટી ઉપર આવેલા ગામની યુવતીને બાળપણથી ડુંગરો ચઢવામાં ખુબ નિપુણ હતી. દીકરીની કુશળતા ઘરની ચાલ દિવાલોમા કેદ ન કરી માતા રમીલાબેન ભગત અને પિતા દિલીપભાઈએ સીમાને હમેશા હિંમત આપી જુસ્સો વધાર્યો હતો.

નેપાળથી બે માર્ગે થતું એવરેસ્ટનું ચઢાણ ખુબ મુશ્કેલ હોય છે

વિશ્વના નકશામાં નેપાળ સ્થિત હીમાલય પર્વતમાળાનો વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે. જે લગભગ 8848.86 મિટર ઉંચાઈ ધરાવતું શિખર છે. માઉન્ટ એવરેસ્ટ ઘણા ક્લાઇમ્બર્સને આકર્ષે છે. ત્યાં બે મુખ્ય ચઢાણના માર્ગો છે. એક નેપાળમાં દક્ષિણપૂર્વથી શિખર સુધી પહોંચે છે અને બીજો તિબેટમાં ઉત્તરથી. પ્રમાણભૂત માર્ગ પર નોંધપાત્ર તકનીકી ચડતા પડકારો ન હોવા છતાં એવરેસ્ટ ઊંચાઈના કારણે ઓક્સિજનની અછત, આરોગ્યની જાળવણી, હવામાન અને પવન જેવા જોખમો રહેલા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલીમંજારો ઉપર સાડી પહેરી પહોંચી હતી

37 વર્ષીય આદિવાસી યુવતીએ તાંઝાનિયા(tanzania) દેશમાં સ્થિત વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલીમંજારો (Mount Kilimanjaro)નું પર્વતારોહણ કર્યું છે. પરંપરાગત સાડી(Saree)માં 5895 મીટર ઊંચા પર્વતને 4 રાત અને 5 દિવસમાં સર કરી ટોચ ઉપર પોહચી સીમા ભગતે તિરંગો(Indian Flag) લહેરાવી ત્યાં બેસી ડો. બાબા સાહેબ આંબેડકર (Dr Babasaheb Ambedkar)નું પુસ્તક પણ વાંચ્યું હતું.તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું સાડી પહેરી પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે . ભારતીય સંસ્કૃતિનીની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો . ડો . બાબાસાહેબ આંબેડકરની નજીકના સમયમાં આવી રહેલ જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે મહિલાએ ડૉ . આંબેડકરનું ભારત નામનું પુસ્તક પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.

Published On - 1:26 pm, Fri, 7 April 23

Next Article