ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રાજ્ય સરકારની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ સમિટને લઈને અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડાયવર્ઝનને લઈને રુટ નક્કી કરાયા હોવાની માહિતી પૂર્ણેશ મોદીએ આપી છે.
મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે કોરોનાના કારણે ગયા વર્ષે આ સમિટ થઇ ન હતી. પરંતુ આ વર્ષે દેશ અને દુનિયાના લોકોનું વાયબ્રન્ટમાં સ્વાગત છે. 100 થી વધુ દેશના લોકો આ સમિટમાં આવે, એના માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વિદેશથી આવતા લોકો માટે એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાની વાત મંત્રી એ કરી. તો તેમણે કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પર જોયસરાઇડ શરૂ કરાશે. NRG માટે ખાસ જોયસ રાઇડ શરુ કરવામાં આવશે.
તો બીજી તરફ સી પ્લેન કનેક્ટિવિટી અંગે પણ કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદથી કેવડિયા સિવાય અન્ય કનેક્ટિવિટી અંગે પણ કામ ચાલી રહ્યું હોવાનું મંત્રીએ કહ્યું છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે વાયબ્રન્ટની આસપાસ અથવા વાયબ્રન્ટ બાદ ફરી શરૂ થઈ શકે છે સી પ્લેન. તો એવિએશન વિભાગમાં સૌથી મહત્વપૂર્ણ એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ પર કામ શરૂ છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના જુના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.
આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ! કાર્યક્રમમાં સ્ટેજ પર વિજય રૂપાણીની હાજરીમાં બની ચોંકાવનારી ઘટના
આ પણ વાંચો: ભરૂચ ધર્માંતરણ કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ
Published On - 10:40 am, Tue, 16 November 21