Morbi:પાણીની આવક વધતાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા, 21 ગામોને એલર્ટ કરાયા

|

Jul 26, 2021 | 3:17 PM

મોરબીના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદના પગલે મચ્છુ-૩ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદની અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી છે. જેમાં મોરબી(Morbi) ના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદ(Rain)ના પગલે મચ્છુ-૩(Machchu)ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર આવેલ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર કોઠારીયા, કોટડા નાયાણીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.

આ પણ વાંચો : સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

આ પણ વાંચો : Gold Price Today : આજે સોનાના ભાવમાં દેખાઈ તેજી પરંતુ હજુ સર્વોચ્ચ સપાટીથી 8500 રૂપિયા સસ્તું

Published On - 3:11 pm, Mon, 26 July 21

Next Video