સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા

|

Sep 13, 2022 | 8:12 PM

Morbi: સ્વામીનારાયણના એક સંત દ્વારા ભગવાન શિવ વિશે કરાયેલા બફાટ અંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને સ્વામીનારાયમના સંતોને ઉદ્દેશીને કહ્યુ છે આ બધુ રોકો, તમારા આરાધ્ય દેવ પ્રત્યે શ્રદ્ધા રાખો પરંતુ બીજાને હીણા ચીતરવાનું દુ:સાહસ ન કરો.

સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા
રમેશભાઈ ઓઝા

Follow us on

તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan)ના એક સંત દ્વારા ભગવાન શંકર (Lord Shiv) તેમજ અન્ય દેવતાઓ વિશે કરાયેલા વિવાદીત નિવેદન મુદ્દે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચોમેરથી સનાતન ધર્મના લોકોએ તેનો આકરો વિરોધ કર્યો છે. આ મુદ્દે હવે ભાગવત્ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (Rameshbhai Ojha)એ તીખી પ્રતિક્રિયા આપી છે. મોરબીમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભાઈશ્રીએ સ્વામીનારાયણના સંતોની હાજરીમાં જ આ પ્રકારના નિવેદનોનો વિરોધ કર્યો છે. રમેશભાઈ ઓઝાએ જણાવ્યુ કે ભગવાન ભોળાનાથ એ દેવાધિદેવ, દેવોના દેવ છે. તેમનાથી મોટુ કોઈ ના હોય. વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ આવા નિવેદનોને વખોડતા કહ્યું કે આવા સંતોના નિવેદનોના કારણે સનાતન ધર્મનું વાતાવરણ ન બગડવુ જોઈએ.

તેમણે કહ્યું સ્વામીનારાયણના સંતો આગળ આવે અને આવા નિવેદનોનો વિરોધ કરે. તેમણે કહ્યું તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો, પરંતુ અન્ય ધર્મોને નીચા દેખાડવાનો પ્રયાસ ન કરો. ભાઈશ્રીએ ઉમેર્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો જ એક ભાગ છે. વધુમાં ભાઈશ્રીએ કહ્યું કે સંતો આ પ્રકારના નિવેદન આપે છે તેનો મતલબ એમ થાય છે કે ક્યાક આ બધુ ચોપડામાં ચિતરાયેલુ છે. પરંતુ જે ખોટુ ચિતરાયુ છે, ખોટુ લખાયુ છે તેને દૂર કરવુ જોઈએ.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

“ભોળાનાથના મહિમાને ન સમજે તેની બુદ્ધિ પર તરસ ખાઓ” ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કહ્યું કે જે ભોળાનાથના મહિમાને ન સમજે તેમની બુદ્ધિ પર તરસ ખાઓ. ભોળાનાથને પગે લગાવડાવે એ પ્રબોધ તો કેવી રીતે હોય? તેમણે કહ્યું વ્યાસપીઠ કોઈના પર રાગ દ્રૈશના કોગળા કરવા માટે નથી. વ્યાસપીઠ પર બેસનારો ખૂબ વિવેકથી બોલે પણ જે બોલાવા જેવુ હોય અને બોલવુ જરૂરી હોય એ બોલે જ. કારણ કે વ્યાસ પીઠ એના માટે છે. રમેશભાઈ ઓઝાએ કહ્યુ “કોઈ રાગ દ્વેશ સાથે નહીં પરંતુ હાથ જોડીને કહેવુ છે કે જાળવી જાઓ. વાતાવરણ ન બગાડો, તમારા આરાધ્યદેવ પ્રત્યે અનન્ય ભાવ, શ્રદ્ધા રાખો, એને ભગવાન માનીને પૂજવા હોય તો છૂટ છે પરંતુ બીજાને હીણા ચીતરવાનુ દુ:સાહસ ન કરો. બીજાને નીચા ચીતરી મહિમા વધારવાની આ તમારી નબળાઈ છે.”

કથામાં બેસેલા સ્વામીનારાયણના સંતોને ઉદ્દેશીને ભાઈશ્રીએ કહ્યું, “આ બધુ રોકો”

ભાઈશ્રીએ કથામાં ઉપસ્થિત સ્વાનારાયણના સંતોને ઉદ્દેશીને કહ્યું કે આપને પ્રાર્થના કરુ છુ કે આપ સહુ ભેગા થઈ આવુ બધુ રોકો. સનાતન ધર્મ માટે એ જરૂરી છે. આવુ જ્યાં થતુ હોય ત્યાં રોકો. આપ લોકો જ ઠાકોરજીની સેનાના સૈનિક છો. આ તકે ભાઈશ્રીએ કહ્યુ કે જે સમજદાર સંતો છે તેમણે આગળ આવી આ રોકવુ જોઈએ. તેમણે કહ્યુ વાતાવરણ બગડે એ રીતે જવાબ આપવાનો નથી. પરંતુ આ બધુ બંધ થવુ જોઈએ. આપ સહુ સંપ્રદાયના સંતોએ જ સૌપ્રથમ તેને રોકવુ પડશે. બીજી તરફ તેમણે એ પણ ટકોર કરી કે આવુ બોલાઈ રહ્યુ છે એનુ કારણ ક્યાંકને ક્યાંક આવા ચોપડા ચિતરાયા છે. આ ચોપડાઓને કાઢવા જરૂરી છે. એ ખોટા ચિતરાઈ ગયા છે.

Next Article