Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે તપાસ તેજ કરી, નવ લોકોની ધરપકડ

|

Oct 31, 2022 | 6:39 PM

મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ ચાર લોકોની ધરપકડ અને પાંચની અટકાયત કરી છે. જેમાં મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના 8 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પોલીસે ગઇકાલે જ એસઆઇટીની રચના કરી હતી

Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે તપાસ તેજ કરી, નવ લોકોની ધરપકડ
Morbi Bridge

Follow us on

મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ નવ લોકોની ધરપકડ કરી છે. જેમાં મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના 9 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પોલીસે ગઇકાલે જ એસઆઇટીની રચના કરી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. આ માહિતી રેન્જ આઇજી અશોક યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આપી હતી. તેમજ કહ્યું હતું કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ બીજા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. પોલીસ કોઇને પણ છોડવા માંગતી નથી.  આ દુર્ઘટનાના અત્યાર સુધી 136 લોકોના મોત થયા છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓના નામ

  •  દિપક પારેખ(મોરબી)
  •  દિનેશ દવે(મોરબી)
  •  મનસુખ ટોપીયા (મોરબી)
  •  માદેવ સોલંકી( મોરબી)
  •  પ્રકાશ પરમાર(ધ્રાંગધા)
  •  દેવાંગ પરમાર(ધ્રાંગધા)
  • અલ્પેશ ગોહિલ(દાહોદ)
  •  દિલીપ ગોહિલ(દાહોદ)
  • મુકેશ ચૌહાણ(દાહોદ)

આ મામલે પોલીસકર્મી પ્રકાશભાઇ દેકાવાડીયાએ મોરબી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આઇપીસી એક્ટ સેક્સન 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ ફરિયાદમાં 1) ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી 3) તપાસમાં ખુલે તે. આ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ઝૂલતા પુલ કે જે યોગ્ય સમારકામ અને મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર બ્રિજ 6.30 વાગ્યે તૂટી જતા દુર્ઘટના સર્જાઇ. ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ આરોપીઓના નામ વગર ફરિયાદ નોંધાઇ છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આ દરમ્યાન બોદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ સોમવારે ગુજરાતમાં મોરબી પુલ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોના મોત થયા હતા. દલાઈ લામાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જેમણે તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Published On - 5:41 pm, Mon, 31 October 22

Next Article