Morbi tragedy: મોરબીની દુર્ઘટનાને એક માસ પૂર્ણ , કોંગ્રેસના આક્ષેપથી ચૂંટણી ટાણે આ મુદ્દે ગરમાયું રાજકારણ

|

Nov 30, 2022 | 2:56 PM

કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ દ્વારા મોરબી (Morbi) દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

Morbi tragedy: મોરબીની દુર્ઘટનાને એક માસ પૂર્ણ , કોંગ્રેસના આક્ષેપથી ચૂંટણી ટાણે આ મુદ્દે ગરમાયું રાજકારણ
મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને એક માસ પૂ્ર્ણ (ફાઇલ ફોટો)

Follow us on

મોરબીની દુ:ખદ પુલ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થયો છે જોકે ચૂંટણીના સમયે ફરી એક વાર આ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે મોરબી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમણે આક્ષેપ કર્યો કે આ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે હતભાગી મૃતકોના પરિવારજનોને આશ્વાસન નથી આપ્યું તેમજ આ મોટી દુર્ઘટના બાદ યોગ્ય પગલાં પણ લેવામાં નથી આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ દ્વારા મોરબી દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શું હતી દુર્ઘટના?

મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.   આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

વર્ષો જૂનો પુલ  તૂટતા બની દુર્ઘટના

મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ. 6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.

Published On - 2:49 pm, Wed, 30 November 22

Next Article