મોરબી દુર્ઘટનાને પગલે રાજકારણ પણ તેજ થયું છે. આ ગોઝારી ઘટના બાદ અશોક ગેહલોત સહિતના કોંગ્રસી નેતાઓ મોરબીની સિવીલ હોસ્પિટલ પહોંચ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આક્ષેપ કર્યો કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહો સોંપાયા છે. તેમજ અશોક ગેહલોતે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસની માંગણી કરી છે અને 3 મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી માંગ પણ કરી છે. અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે આ ઘટનામાં SIT નો કોઇ વિકલ્પ જ નથી, તેમણે કહ્યું હતું કે પુલ પર વધુ લોકો હોવાને કારણે દુર્ધટના ઘટી છે. ત્યારે કોની પરવાનગીથી બ્રિજ ખોલવાની મંજૂરી અપાઇ તે મોટો સવાલ છે.
Congress leader & Rajasthan CM Ashok Gehlot visited Civil Hospital to meet the injured patients of the #MorbiTragedy #MorbiBridge #GujaratBridgeCollapse #TV9News pic.twitter.com/nTcBtJeCSc
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
ત્યારે હવે મોરબીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને આપવામાં આવેલી સહાયથી માંડીને પુલના કામકાજ અંગે પ્રશ્નો કરીને સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન અર્જુનસિંહ તેમજ લલિત કગથરા હોસ્પિટલની મુલાકાત દરમિયાન ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને ભાવુક થઈ ગયા હતા. તો કોંગ્રેસની પરિવર્તન યાત્રા પણ આજના દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.
‘Insufficient’: #Congress leaders demand to increase the compensation announced by the government #MorbiTragedy #MorbiBridgeCollapse #MorbiGujarat #TV9News pic.twitter.com/SxWRpqpzIH
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2022
મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31.10.22નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વરિષ્ઠ નેતા બી. કે. હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા સહિત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, લલિત કગથરા, મોરબી પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા તેમના પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી.
મોરબીની આ કરૂણાંતિકાને પગલે સમગ્ર ગુજરાત જાણે શોકમગ્ન થઈ ગયું હતું. ત્યારે રાજનેતાઓથી માંડીને સામાન્ય લોકોએ પણ સ્થળની અંગત મુલાકાત લઈને તો કોઈએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પણ પોતાની દુઃખદ લાગણી પ્રદર્શિત કરી હતી. ઘણા બધા સામાન્ય નાગરિકો એવા છે જેઓ શોકગ્રસ્તોના દુઃખમાં ભાગ પડાવવા માગતા હોય તેમ પોત પોતાના ફોનમાં શોકાંજલિના સ્ટેટસ અને શ્રદ્ધાંજલિઓના સ્ટેટસ પણ મૂક્યા હતા. તો કેટલાય લોકો સ્વૈચ્છિક રીતે સેવાકાર્યમાં પણ જોડાઈ ગયા હતા.