MORBI : ટંકારા બાયોડીઝલ કૌભાંડનો મામલો, ભાજપ અગ્રણી સહિત 4ની ધરપકડ

|

Jul 20, 2021 | 6:53 PM

ટંકારામાંથી બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. જીઆરજી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી નામના કારખાની પાછળ જમીનમાં ત્રણ ટાંકા દાટવામાં આવ્યા હતા. ટંકારા પોલીસે બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે.

MORBI : જિલ્લાના ટંકારામાંથી બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. જીઆરજી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી નામના કારખાની પાછળ જમીનમાં ત્રણ ટાંકા દાટવામાં આવ્યા હતા. ટંકારા પોલીસે બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ ભાજપનો અગ્રણી પણ ઝડપાયો છે. આ મામલે પોલીસે ભાજપના અગ્રણી સહીત 4 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 1 કરોડ 6 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. પોલીસે આ કેસમાં આરોપી અરવિંદભાઈ ભીમજીભાઈ રાજકોટિયા ( પૂર્વ પ્રમુખ, કિસાન મોરચા, ભાજપ), હસમુખભાઈ લવજીભાઈ ગોધાણી, જાલમસિંહ રામસિંહ રાઠોડ, સમદરનાથ શીભુનાથને ઝડપી તપાસ હાથ ધરી છે.

Next Video