આનંદો ! મોરબીવાસીઓને પીવાના પાણીની નહીં રહે સમસ્યા, મચ્છુ ડેમ-1 ઓવરફ્લો થવાની શક્યતા

મચ્છુ -1 ડેમમાં નવા નીરની આવક થતા મોરબી (Morbi) અને વાકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આનંદો ! મોરબીવાસીઓને પીવાના પાણીની નહીં રહે સમસ્યા, મચ્છુ ડેમ-1 ઓવરફ્લો થવાની શક્યતા
Machhu Dam
| Edited By: | Updated on: Sep 16, 2022 | 8:00 AM

મોરબી જિલ્લાના વાંકાનેર (Vankaner) પાસેનો મચ્છુ- 1 ડેમ (Machhu 1 Dam) ની જળસપાટી વધતા 24 ગામોને એલર્ટ કરાયા છે, ડેમમાં હાલ પાણીનું લેવલ 135.06 મીટરે પહોંચ્યું છે અને ડેમની ભયજનક સપાટી જળ સપાટી 135.33 મીટર હોવાથી ડેમ ગમેત્યારે ઓવરફ્લો (Overflow) થવાની શક્યતા છે. જેના પગલે મોરબી (Morbi) અને વાકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ વાંકાનેરના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, માહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરીયા સહિતના ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.તો મોરબીના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે, મચ્છુ-1 ડેમમાં હાલ 5131 ક્યુસેકની આવક થઈ રહી છે.

મચ્છુ-2 ડેમમાં પણ નવા નીરની આવક

તો બીજી તરફ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 (Macchu-2 dam) ડેમ ભરાઇ જતા 32 ગામો એલર્ટ (ALert) કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના 17 અને માળીયા મિયાણા તાલુકાના 15 ગામોમાં એલર્ટ કરાયા છે. ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગૂંગણ ગામ એલર્ટ પર જ્યારે જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, મોરબીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ છે. ડેમની કુલ સપાટી 57.32 મીટર છે જેમાંથી 56.32 મીટર ભરાય ગઈ છે. ડેમ પૂર્ણ ભરાય જવામાં માત્ર એક મીટર બાકી છે.

 

Published On - 8:00 am, Fri, 16 September 22