ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કરાયેલ કિશન ભરવાડની હત્યા કેસમાં મોરબી પોલીસે અઝીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ અને મોરબી જીલ્લામાં અઝીમ સમાની તપાસ હાથ ધરાઈ હતી.
અઝીમ સમાને પકડવા તેના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી તપાસ શરૂ કરાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ જવા રવાના થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલ સહિતની ટીમ મોરબી પહોંચી હતી અને તેણ મોરબી બી ડિવિઝન પોલીસમથકમાંથી વસીમનો કબજો મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અઝીમ સમાએ ધંધુકામાં કિસન ભરવાડની હત્યા માટે હથિયાર આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં પણ પોલીસ પહોંચે તે પહેલાં જ અઝીમ ફરાર થઈ ગયો છે. અજીમની ભાળ મૈળવવા માટે તેના ભાઈ વસીમ સમાની અટકાયત કરી અમદાવાદ લઈ જવાયો છે.
સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરનારાઓને સબક શિખવવા માટે આ સમગ્ર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનામાં પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાધનપુરમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર હુમલાની ઘટના, હજારો લોકો એકઠા થયા, બેકાબુ ભીડ પર પોલીસનો બળપ્રયોગ
આ પણ વાંચોઃ રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ, સોશિયલ મિડીયાની ધાર્મિક પોસ્ટ વિધર્મીએ દુર કરવા કર્યુ દબાણ