Morbi : કૉંગ્રેસના તમામ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચવા માટે જિલ્લા સેવાસદન ખાતે એકઠા થયા
Local Body Poll 2021 Morbi : આક્ષેપો લગાવતા કોંગ્રેસીઓએ કહ્યું હતું કે અધિકારીઓ ફોર્મ ભરવા અને ચકાસવા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને હેરાન કરે છે
Local Body Poll 2021 Morbi : સ્થાનિક ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચુંટણીને લઈને માહોલ વધુને વધુ ગરમ થતો જાય છે. ચુંટણી સમયે એક પક્ષ બીજા પક્ષ સામે આક્ષેપો કરતાં હોય તે સહજ બાબત છે પરંતુ સરકારી તંત્ર પર પણ આક્ષેપો કરવામાં પાછી પાની કરતું નથી. સરકારી તંત્ર એક તરફી વલણ કરતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારો એકઠા થયા હતા. આક્ષેપો લગાવતા કોંગ્રેસીઓએ કહ્યું હતું કે અધિકારીઓ ફોર્મ ભરવા અને ચકાસવા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને હેરાન કરે છે. જેને લઈને કૉંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોએ સામુહિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Published on: Feb 15, 2021 07:52 PM
