Gujarat Monsoon 2022: રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ

|

Sep 14, 2022 | 11:25 AM

જૂનાગઢના કેશોદમાં 1 ઇંચ મિલીમીટર, તાપીના વાલોડમાં 1 ઇંચ તો સાબરકાંઠાના ખેડ઼બ્રહ્મામાં 1 ઇંચ મીલીમીટર, પોરબંદરમાં  (Porbandar) અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો છોટા ઉદેપુરના કંવાટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Monsoon 2022: રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ

Follow us on

ગુજરાતમાં (Gujarat Rain) છેલ્લા 4 દિવસથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને વિવિધ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ  (Rain) થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં (Sutrapada) સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના હાંસોટમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો તો નેત્રંગમાં 3.5 ઈંચ, વેરાવળમાં 3 ઈંચ વરસાદ દ્વારકામાં 2.75 ઈંચ, ખંભાળિયામાં 2.50 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 2.5 ઈંચ, નર્મદાના  (Narmada) સાગબારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખંભાળિયામાં 2.50 ઈંચ, અબડાસામાં 2.5 ઈંચ સાગબારા 2.5 ઈંચ, લાલપુરમાં 2.5 ઈંચ, પારડીમાં 2.5 ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં  2.5 ઈંચ, માળિયામાં  2.25 ઈંચ, પાલનપુર 2.25 ઈંચ,સુઈગામ 2 ઈંચ,કોડીનાર 2 ઈંચ
દક્ષિણ ગુજરતના નવસારીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં 1 ઇંચ મિલીમીટર, તાપીના વાલોડમાં 1 ઇંચ તો સાબરકાંઠાના ખેડ઼બ્રહ્મામાં 1 ઇંચ , પોરબંદરમાં  (Porbandar) અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો છોટા ઉદેપુરના કંવાટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

કચ્છમાં નોંધાયો છે  સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં જો ઝોન પ્રમાણે વરસાદ નોંધવામાં આવે તો અત્યાર સુધીમાં  વરસાદની દ્રષ્ટિએ કચ્છ સૌથી ઉપર છે અને   મધ્ય ઝોનને બાદ કરતા  તમામ ઝોનમાં  સિઝનનો  નોંધાપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.

આગામી 17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છમાં જામશે વરસાદી માહોલ

મહત્વનું છે કે, 17-18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે છે.નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે.પરંતુ વિદાય સમયે નવરાત્રીમાં વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ થશે. તો 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

Published On - 10:05 am, Wed, 14 September 22

Next Article