Morbi : ક્યુટોન સિરામિક કંપનીમાં આવકવેરા વિભાગનો સપાટો, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

|

Aug 14, 2022 | 12:35 PM

ક્યુટોન કંપનીના બેનામી વ્યવહારો મોરબી ઉપરાંત રાજકોટમાં (rajkot)  ડી.એસ. ફાઈનાન્સ, બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઈટ, ઓસ્કાર સેનેટરી વેર્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડ સહિતના સ્થળો પરથી મળી આવ્યા છે.

Morbi : ક્યુટોન સિરામિક કંપનીમાં આવકવેરા વિભાગનો સપાટો, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા
Qutone ceramics company

Follow us on

મોરબીની (morbi)  ક્યુટોન સિરામિક કંપનીમાં આવકવેરા વિભાગે (Income Tax Department) સપાટો બોલવ્યો છે. મોરબી અને અમદાવાદ સહિત કંપનીના 25 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મંગળવારે મોરબીમાં ક્યુટોન સિરામિક એકમમાં (Qutone Ceramic Unit) શરૂ થયેલી તપાસ હજુ પણ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં 350 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આ સિવાય 1 કરોડ રોકડા અને 2 કરોડના દાગીના (Gold Ornaments) ઝડપાયા છે. જો કે આવકવેરા વિભાગની હજુ તપાસ ચાલુ હોવાથી હજુ પણ વધુ બેનામી વ્યવહારો પકડાવાની શક્યતા છે.  25 સ્થળો પર કરાયેલી તપાસમાં 200 જેટલા અધિકારીઓ (Officers) જોડાયા હતા.

ટેક્સચોરીની બાતમી મળતા આવકવેરા વિભાગ હરકતમાં

ક્યુટોન કંપનીના બેનામી વ્યવહારો મોરબી ઉપરાંત રાજકોટમાં (rajkot)  ડી.એસ. ફાઈનાન્સ, બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઈટ, ઓસ્કાર સેનેટરી વેર્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડ સહિતના સ્થળો પરથી મળી આવ્યા છે. તપાસ માટે મુંબઇ ગયેલી ટીમ હજુ પરત ફરી નથી. રાયપુરમાં પણ સર્વ માટે ધમધમાટ કરવામાં આવ્યો હતો. ક્યુટોન સિરામિક છેલ્લા કેટલાય સમયથી અંડર બિલિંગ કરીને કરચોરી કરતું હતું. આવકવેરા વિભાગને આ અંગેની બાતમી 6 મહિના પહેલા મળી હતી. બાતમી મળ્યા બાદ આવકવેરા વિભાગે ખરાઈ કરી હતી. જેમાં ટેક્સચોરી (Tax) માલૂમ પડતા આ સર્ચ ઓપરેશન (Search opreation) હાથ ધરવામાં આવ્યું હતું.

Next Article