Gram Panchayat : મોરબીનું ચમનપર ગામ સાતમી વખત સમરસ, તો બોટાદનું ઢસાગામ 25 વર્ષ બાદ સમસર થયું

|

Dec 05, 2021 | 10:42 PM

Gram Panchayat Elelctions : બોટાદના ગઢડા તાલુકાનું સૌથી વધુ વસતી ધરાવતું ઢસા ગામ 25 વર્ષ બાદ સમસર ગામ થતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે.

Gram Panchayat News : રાજ્યના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાનું ચમનપર ગામ સાતમી વખત સમરસ થયું છે.મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા ચમનપર ગામમાં ક્યારેય ચુંટણી થઈ નથી.1992 થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે. કુલ 249 મતદારો છે જેમાંથી 127 પુરુષ અને 122 મહિલા મતદારો ધરાવતું ચમનપર સાતમી વખત સમરસ બન્યું છે. સર્વાનુમતે ગામના સરપંચ તરીકે શિતલબેન ચારોલાની વરણી કરાઈ છે. રાજ્યના પ્રધાન બ્રિજેશ મેરજાએ પોતાનું ગામ સમરસ થતા હર્ષની લાગણી અનુભવી હતી.

રાજ્યના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા જણાવ્યું કે મોરબી જિલ્લામાં અનેક ગામો સમરસ થયા છે. મારી જન્મભૂમિ અને જયાનો હું મતદાર છું એ ચમનપર ગામ વડાપ્રધાન મોદી જયારે મુખ્યપ્રધાન હતા અને સમરસનો વિચાર લઈને આવેલા તેને વધાવતું આવ્યું છે. આ વખતે સાતમી વાર ચમનપર ગામ સમરસ થયું છે.

તો બોટાદના ગઢડા તાલુકાનું સૌથી વધુ વસતી ધરાવતું ઢસા ગામ 25 વર્ષ બાદ સમસર ગામ થતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. ગત ટર્મના સરપંચે કરેલા વિકાસના કામોને ધ્યાનમાં રાખીને ગામલોકોએ ચૂંટણી ન યોજી સરપંચને વધુ એક વખત ગામની જવાબદારી સોંપી છે. ગામના સરપંચ મુકેશ રાજપરાએ રોડ, રસ્તા, ગટર તેમજ સ્ટ્રીટ લાઈટ જેવા વિકાસ કામો કર્યા છે. વિકાસ કામોને લઈ ગામલોકોએ વધુ એક ટર્મ માટે મુકેશ રાજપરાની સરપંચ તરીકે વરણી કરી છે.

આ પણ વાંચો : SURAT : ઓલપાડના બોલાવમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ

Next Video