Morbi tragedy: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મૃતકોના પરિવાર સાથે કરી મુલાકાત, સ્વજન ગુમાવનારને સાંત્વના પાઠવી

|

May 18, 2022 | 5:23 PM

મુખ્યપ્રધાને (Chief Minister) સમગ્ર ઘટના મામલે ત્રણ દિવસમાં તપાસનો રિપોર્ટ (Investigation report) માગ્યો છે. સાથે જ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલા લેવાની બાંહેધરી પણ આપી છે.

Morbi tragedy: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મૃતકોના પરિવાર સાથે કરી મુલાકાત, સ્વજન ગુમાવનારને સાંત્વના પાઠવી
CM Bhupendra Patel visits Morbi to review the whole incident

Follow us on

Morbi News : મોરબી જિલ્લાની  હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક મોરબી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી છે. સાથે જ ઇજાગ્રસ્તોની મુલાકાત લઇને તેમને સાંત્વના પાઠવી છે. મુખ્યપ્રધાને સમગ્ર ઘટના મામલે ત્રણ દિવસમાં તપાસનો રિપોર્ટ (Investigation report) માગ્યો છે. સાથે જ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલા લેવાની બાંહેધરી પણ આપી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં 12 શ્રમિકોના મોત થયાની જાણકારી મળતા જ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને તાબડતોબ તેઓ મોરબી જવા રવાના થયા હતા. મોરબી પહોંચીને મુખ્યપ્રધાને ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્ર પટેલે સમગ્ર ઘટના અંગે મૃતકોના સ્વજનો સમક્ષ સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોની પણ મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પુછ્યા હતા.

સહાયની જાહેરાત

મોરબી જિલ્લાની હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) દુખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મૃતકોની પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તો ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. CMO તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના ?

મોરબી જિલ્લાની હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં (Factory) મોટી દુર્ઘટના બની છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે. તંત્ર(Morbi District) દ્વારા દિવાલ નીચે દબાયેલા (Wall Collapse) લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ ઘટના 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટના બાદ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસૂમ બાળકો પણ ભોગ બન્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

Next Article