
ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનાથ બાળકોને સહાય પૂરી પાડવામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનામાં 20 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા સમયે આ બાળકોને સહાય આપવાના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશને પાંચ કરોડ રૂપિયા થાપણ તરીકે આપવાની જાહેરાત કરી છે. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં સાત બાળકોએ સત્તાવાર રીતે અનાથ બન્યા છે. જ્યારે 12 બાળકોએ મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. જ્યારે અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની સહાય માટે રૂપિયા 25 લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહયું છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે અદાણી ગ્રુપે સહાયની જાહેરાત કરી, 20 બાળકો માટે 5 કરોડ ફાળવ્યા #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/yqA5cLwylx
— Tv9 Gujarati (@tv9gujarati) November 11, 2022
અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી 20 બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.
મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 180થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે ” અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.”
Published On - 9:44 pm, Thu, 10 November 22