Morbi: રણછોડનગરના રહીશોએ પાણીના મુદ્દે નગરપાલિકા કચેરીમાં મચાવ્યો હોબાળો

|

Feb 17, 2021 | 9:50 PM

મોરબીના રણછોડનગર વિસ્તારના સ્થાનિકોએ પાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો છે. પાણીની નવી ટાંકી બનાવાઈ હોવા છતાં પાણી ન આવતા સ્થાનિકોએ પાલિકામાં પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો છે.

મોરબીના રણછોડનગર વિસ્તારના સ્થાનિકોએ પાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો છે. પાણીની નવી ટાંકી બનાવાઈ હોવા છતાં પાણી ન આવતા સ્થાનિકોએ પાલિકામાં પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોની માંગ છે કે તેમની સમસ્યાનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવામાં આવે. પરંતુ Morbi  પાલિકાના ચીફ ઓફિસરે પાણી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે રણછોડનગર વિસ્તાર પાલિકાની હદમાં આવતો ન હોવાથી તેઓ પાણી નહીં આપી શકે.

 

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી સફળતા, પ્રસિદ્ધ અભિનેતા યશ દાસગુપ્તા પાર્ટીમાં જોડાયા

Next Video