Morbi breaking news: મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ, મોરબી દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી

|

Nov 04, 2022 | 11:57 AM

તપાસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પુછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ આજે સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

Morbi breaking news: મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ, મોરબી દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી

Follow us on

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

 

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.રાજ્યના શહેરી વિકાસ વિભાગે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરી છે. CM ઓફિસના રિપોર્ટ બાદ ગઈકાલે મોડી રાત્રે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઓરેવા કંપનીના બાંધકામ સાઇટ ચેક કર્યા વિના જ સંદીપ સિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. સંદિપસિંહ ઝાલાની ફરજ દરમિયાન MOU કરવામાં આવ્યાં હતા. કરાર અંગેની મિનીટ્સમાં પણ સંદીપ સિંહની સહી છે. છતાં કરારમાં ઓરેવા ગ્રુપને અપાયેલા રાઇટ્સ નામે ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા જવાબદારીમાંથી છટકી ગયા હતા. પોલીસે પણ સંદીપ સિંહ ઝાલાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

 

મોરબીમાં ઓરેવા કંપની તથા ધાંગધ્રામાં દેવપ્રકાશ કંપનીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશનમાં  ઝૂલતા પુલના સમારકામના વર્ષ 2007 તેમજ વર્ષ 2022 દરમિયાનના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.  સાથે જ કંપનીના માલિકજયસુખ પટેલ દુર્ઘટનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થઈ ગયું છે અને પોલીસની ધરપકડથી બચવા  જયસુખ પટેલ રાજ્ય બહાર ભાગી ગયાની આશંકા છે. જયસુખ પટેલનું છેલ્લું લોકેશન હરીદ્વારનું ટ્રેસ થયું હતું.

 

 

Published On - 9:25 am, Fri, 4 November 22

Next Article