PM Modi birthday : જાણીતા કથાકાર મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે પણ વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આજે 17 સપ્ટેમ્બરે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. ત્યારે મોરારી બાપુએ જણાવતા કહ્યું કે વ્યાસપીઠ વતી, તેમને જન્મ દિવસ શુભેચ્છા પાઠવું છું. હું ભગવાન હનુમાનના ચરણોમાં તેમના લાંબા આયુષ્ય અને સતત સફળતા માટે પ્રાર્થના કરું છું,” મોરારી બાપુએ દિલ્લીમાં તેમની રામકથા દરમિયાન શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથે જ મોરારી બાપુએ નવી દિલ્હી જી-20 સમિટની સફળતાના વખાણ પણ કર્યા હતા. વખાણ કરતાની સાથે જ જણાવ્યું, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓએ 9 અને 10 સપ્ટેમ્બરે હાજરી આપી હતી. તો કેટલાક રાજકીય નેતાઓ દ્વારા સનાતન ધર્મના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓને પગલે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ પીએમ મોદીની આવી ટિપ્પણીઓને સખત ખંડન કરવા બદલ પ્રશંસા કરી હતી.
ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયાની’ શરૂઆત કરશે. વધુમાં પાર્ટી વડાપ્રધાનના જન્મદિવસ પર નમો એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાન (Sevabhava Abhiyan) શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં તેઓને કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે.
આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો વોલ પર શુભકામનાઓના તમામ વીડિયો પણ દેખાશે. પાર્ટીનું કહેવું છે કે નમો એપના યુઝર્સ, પછી ભલે તે કાર્યકર્તા હોય કે અન્ય કોઈ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમની ‘સેવા ભેટ’ના ભાગરૂપે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાની ભાવના વ્યક્ત કરી શકે છે.