ISRO ને મોરારી બાપુએ આપ્યા અભિનંદન, નેપાળના કાઠમંડુમાં આદિત્ય L1 ને લઈ કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ

|

Sep 03, 2023 | 7:07 PM

મોરારી બાપૂએ કથામાં કહ્યું હતું કે, ચાલો આપણે સૌ ભેગા મળીને ઇસરોના ચેરમેન એસ સોમનાથ. તેમની ટીમ અને સમગ્ર દેશને આદિત્ય એલ1 મીશનના સફળ લોંચ બદલ અભિનંદન પાઠવીએ. આ સિદ્ધિ હનુમાનજીની છલાંગને સમાન છે. કારણ કે ભગવાન હનુમાનજીએ સૌથી પહેલાં સૂર્ય તરફ છલાંગ લગાવી હતી.

ISRO ને મોરારી બાપુએ આપ્યા અભિનંદન, નેપાળના કાઠમંડુમાં આદિત્ય L1 ને લઈ કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ
મોરારી બાપુએ આપ્યા અભિનંદન

Follow us on

પ્રસિદ્ધ આધ્યાત્મિક લીડર અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપૂએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને વૈજ્ઞાનિક સમુદાયને આદિત્ય એલ1 ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. સૂર્યનું બીજું નામ આદિત્ય પણ છે. હરિકોટા ખાતેથી સવારે 11.50 કલાકે સફળ પ્રક્ષેપણ બાદ મોરારી બાપૂએ નેપાળની રાજધાની કાઠમાંડુમાં તેમની રામકથા દરમિયાન આ મહત્વપૂર્ણ સિદ્ધિ વિશે વાત કરી હતી.

આ પ્રસંગે મોરારી બાપૂએ કથામાં કહ્યું હતું કે, ચાલો આપણે સૌ ભેગા મળીને ઇસરોના ચેરમેન એસ સોમનાથ. તેમની ટીમ અને સમગ્ર દેશને આદિત્ય એલ1 મીશનના સફળ લોંચ બદલ અભિનંદન પાઠવીએ. આ સિદ્ધિ હનુમાનજીની છલાંગને સમાન છે. કારણ કે ભગવાન હનુમાનજીએ સૌથી પહેલાં સૂર્ય તરફ છલાંગ લગાવી હતી. આ મીશનની સફળતા માટે આપણે ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.

ચંદ્રયાન મીશનને પણ યાદ કર્યુ

પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, ભારતના ચંદ્રયાન-3 મીશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે અને તેના થોડાં જ દિવસોમાં સોલર મીશન પણ લોંચ કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, ચંદ્રયાન-3 મીશન ફોટોગ્રાફ મોકલી રહ્યું છે અને બીજા પ્રયોગો પણ કરી રહ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આદિત્ય એલ1 સ્પેસક્રાફ્ટ ચાર મહિનાની સફરમાં આશરે 15 લાખ કિમીનો પ્રવાસ કરશે અને સૂર્યની ફરતે નિયત ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. એલ1 એટલે જ્યાં ગુરુત્વાકર્ષણના બળને સંતુલિત કરવાને કારણે પદાર્થો સ્થિર રહે. સ્પેસક્રાફ્ટ ભારતનું પ્રથમ સોલર ઓબ્ઝર્વેટરી છે, જે સૌર પ્રવૃત્તિ અને પૃથ્વી, બીજા ગ્રાહકો તથા અવકાશમાં હવામાનની અસરોનો અભ્યાસ કરશે. આ મીશન સાથે વિજ્ઞાનીઓ ભ્રમણકક્ષામાં રહેલા હજારો ઉપગ્રહો ઉપર સૌર કિરણોત્સર્ગની અસરો વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે.

આ મીશનથી પ્રાપ્ત ડેટાથી લાંબાગાળે પૃથ્વીના આબોહવા પેટર્ન ઉપર સૂર્યની અસરો તથા સૌર પવનની ઉત્પત્તિ, સૂર્યમાંથી સૂર્યમંડળમાં વહેતા કણોના પ્રવાહને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. ભારતના વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જમીન પર ટેલિસ્કોપ દ્વારા સૂર્યનું અવલોકન કર્યું છે અને યુએસ, યુરોપ, યુકે અને જાપાન દ્વારા શરૂ કરાયેલા સૌર મિશનના ડેટા પર આધાર રાખ્યો છે. પણ હવે ભારત આદિત્ય એલ 1 મિશનથી સ્વયં ડેટા મેળવી શકશે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article