Rain Breaking News: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

|

Sep 05, 2023 | 11:55 AM

આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે.

Rain Breaking News: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video
Monsoon 2023

Follow us on

Rain forecast : આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video: સાળંગપુર વિવાદના અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા, વૃંદાવન બાગ આશ્રમના સંતો-ભક્તોમાં આક્રોશ

તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની પણ શક્યતા વ્યકત કરાઈ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થશે. તો 12 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, દાહોદ, ગોધરામા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હિંમતનગર, ધનસુરા, બાયડમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત પાલનપુર, થરાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ખેડા અને આણંદમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:28 am, Tue, 5 September 23

Next Article