Monsoon: રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ થઈ જશે પૂરી: હવામાન વિભાગની આગાહી, જાણો સંપૂર્ણ વિગત

|

Sep 23, 2021 | 5:33 PM

આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે. તેમજ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

Monsoon: રાજ્યભરમાં મેઘરાજા ઘણા સમયથી મન મુકીને વરસે છે. ત્યારે હજુ આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. તેમજ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે આટલા વરસાદ બાદ પણ હજુ રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી આ વરસાદમાં આ ઘટ પૂરી થઇ શકે છે. તો સ્વાભાવિક છે હજુ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે.

આગામી 24 કલાકમાં દ્વારકા, જામનગર, મોરબીના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વલસાડ નવસારી, ડાંગ, વાપી અને સુરતમાં ભારે વરસાદની આગાઈ છે. તેમજ સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે હજુ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

જણાવી દઈએ કે ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 84 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચો: RAJKOT : હાઇફાઇ ફલેટધારકોના બાલકનીના અભરખાં ! ગેરકાયદેસર બાંધકામથી બે મજૂરોના થયા મોત

આ પણ વાંચો: પોરબંદર: દરિયામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં થયો મોટો ખુલાસો

Published On - 5:31 pm, Thu, 23 September 21

Next Video