પોરબંદર: દરિયામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં થયો મોટો ખુલાસો

ગુજરાત એટીએસએ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.

પોરબંદર: દરિયામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં થયો મોટો ખુલાસો
7 Iranians nabbed with Rs 150 crore worth of drugs from the sea

પોરબંદર દરિયામાંથી પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં વધું એક મોટો ખુલાસો થયો છે. જેમાંથી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1 હજાર કિલોથી વધું ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ભારતમાં પણ અગાઉ એક આરોપી મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ગુજરાત એટીએસએ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પકડાયેલ આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ અલગ 5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. આરોપી ઇબ્રાહિમ છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધું હેરોઇન અલગ અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે.

જેમાં આફ્રિકાના દેશો સહીત તાન્જાનિયા, જાંજીબાર, યમન, મસ્કત દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હતુ. જો કે, આરોપી ઇબ્રાહિમ ભારતના કોંચિનમાં પણ આવી ચુક્યો હોવાથી ડ્રગ્સનું ત્યાં પણ સપ્લાય કર્યું હોવાની ગુજરાત એટીએસને શંકા છે પરતું 7 ઈરાની આરોપીઓની પુછપરછમાં ભારતમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યાં હોવાનું કહી રહ્યાં છે.

ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ 7 ઈરાની આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે દેશભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવતા હોય છે. પકડાયેલ ઈરાનીઓ કબૂલાત કરી છે કે, ઈરાનનાં કોનારક પોર્ટ તેની આસપાસ બંદરોથી ઈરાન દરિયાઇ સીમા માંથી 90 નોટિકલ માઈલ પર પહોચી જાય બાદમાં બે દિવસ દરિયામાં માછીમારો ખેડે.

બે દીવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા અને પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો. આ કેસમાં પાકિસ્તાની ગુલામ નામ સામે આવ્યુ છે. જે દિશામાં પણ તપાસમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનીઓ ડ્રગ્સનો જથ્થો લઇ નીકળે ત્યારે કોસ્ટગાર્ડ કે અન્ય દરિયાઇ સીમા સુરક્ષાની બોટ દેખાય તો ડ્રગસનો જથ્થો છુંપાડવા માછીમારો જાળ બાંધી દરિયાની અંદર લટકાવી દેતા હોય છે. જે બાદ બહાર કાઢી દેતા હોય છે.

આરોપી પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોન અને હાઈફ્રીવન્સિ વી.એસ.એફ અને એસ.એસ.બી (સિંગલ સાઈડ બેન્ડ) ની ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. સાથે જ સેટેલાઇટ ફોનમાંથી લોકેશન અને અન્ય દેશોમાં થયેલા સંપર્ક અગે એટીએસ તપાસ હાથ ધરી. જે બાદ અન્ય ડ્રગ્સ પેડલરો નામ સામે આવી શકે છે.

 

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati