ગુજરાતમાં તોફાની વરસાદ વચ્ચે એક જ દિવસમાં વધુ 10 ડેમો ઓવરફ્લો થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ વધુ 14 ડેમો પર હાઇએલર્ટ અપાતા હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યા એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે.
એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે. પરંતુ કેટલાક જિલ્લામાં વધુ વરસાદ પડતા પાકને નુકસાન થયું છે. નર્મદા અને કલ્પસર વિભાગ મુજબ ગુજરાતમાં કુલ 75 ડેમો સંપૂર્ણ છલકાઇ ગયા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141 પૈકી 64 ડેમો સંપૂર્ણ છલકાઇ ગયા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના 5 ડેમો, કચ્છ અને ઉત્તર ગુજરાતના એક-એક ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમોની સરખામણીએ ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં હજુ પણ પાણી ઓછુ છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 35.62 ટકા અને કચ્છના 20 ડેમોમાં 32.14 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 86.90 ટકા. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 92.98 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 85.96 ટકા અને સરદાર સરોવર ડેમમાં 63.60 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આમ આખા ગુજરાતના ડેમોમાં સરેરાશ 75.51 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચો: Kheda: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઓવરટેકિંગ દરમિયાનના અકસ્માતે લીધા 4 ના જીવ
આ પણ વાંચો: Banaskantha: અમીરગઢ નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી, સર્જાયો મોટો અકસ્માત