ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) વડોદરા (Vadodara) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની (law and order) પરિસ્થિતિની કરી સમીક્ષા કરી હતી. સાથે જ શહેર પોલીસની વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ કામગીરીની જાણકારી મેળવી હતી. આ અંતર્ગત તેમણે લોક પ્રતિનિધિઓ અને શહેર પોલીસના (Police) અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સોસાયટીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતા સી.સી.ટીવી કેમેરા નેટવર્કમાં ઉચ્ચ ગુણવત્તા જળવાય તે માટે નીતિ ઘડવા માંગે છે. આ બાબતમાં તેઓએ વડોદરા શહેર પોલીસના સૂચનો માંગ્યા છે. તેમણે શહેર પોલીસકર્મીઓના આરોગ્યની રક્ષા માટે શહેર પોલીસની પહેલોની પણ વિગતવાર જાણકારી મેળવી હતી અને બિરદાવી હતી.
નાગરિકો સાથે સારું વર્તન કરો
તેમણે સાંસદ, મેયર અને ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી બાબતો પર ચર્ચા અને સૂચનો મેળવ્યા હતા. તથા પોલીસ ઉચ્ચ અધિકારીઓને લોક પ્રતિનિધિઓના સૂચનોનો વિધેયાત્મક પ્રતિભાવ આપવા અનુરોધ કર્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુનેગારો પર સખતમાં સખત પગલાં લો પરંતુ નાગરિકો સાથે સારું વર્તન કરો. સામાજિક સંવાદિતામાં પોલીસ યોગ્ય ભૂમિકા ભાવાજે અને પોલિસીંગ પણ સંવેદનાસભર રહે તે મુદ્દે તેમણે વાત કરી. તેમણે ગુમશુદા બાળકો, મહિલાઓ અને પુરુષોની શોધને ઝડપી બનાવવા પર પણ ભાર મુક્યો.
પોલીસમાં ખાલી જગ્યાઓ શક્ય તેટલી ભરાય તેનો સધિયારો
ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની ઉપયોગિતા વિશે પણ મંત્રીએ જાણકારી મેળવી અને પોલીસ માટે જીમની પહેલને પણ આવકાર્ય ગણાવી હતી. સાથે જ શહેર પોલીસમાં ખાલી જગ્યાઓ શક્ય તેટલી ભરાય તેનો સધિયારો આપ્યો હતો. પોલીસ આવાસ નિગમને લગતી બાબતોની ચર્ચા, નવા પોલીસ મથકની માંગણીઓ, પોલીસ મથક માટે જંત્રીના રેટથી જમીન વગેરી પર તેમણે જાણકારી આપી. સાથે જ ડ્રગ્સ ના દૂષણ, રખડતા ઢોર અને ભિક્ષુક ધારાના અમલની બાબતમાં સમંવિત મુહિમ ચલાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં અશાંત ધારાના અમલ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી. મંત્રીએ કહ્યું કે ‘ડ્રગ્સ જેવા દુષણો સામે પોલીસની સાથે રહીને સામાજિક મુહિમ છેડવામાં આવે એવી મારી લાગણી છે. સામાજિક સંસ્થાઓ,જુદા જુદા વિભાગો સાથે મળીને કામ કરે જેથી સારા પરિણામો મળશે.’
વડોદરા પોલીસને વધુ અદ્યતન બનાવવામાં આવશે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડોદરા પોલીસને વધુ અદ્યતન બનાવવામાં આવશે અને માનવબળ વધારવામાં આવશે. હર્ષ સંઘવીએ શહેરના પોલીસ દળને વધુ અદ્યતન બનાવવાની સાથે ખાલી જગ્યાઓ શક્ય તેટલી ભરી શકાય તે માટે ઉચિત પ્રયત્નો કરવામાં આવશે. તેમણે કહ્યું કે ‘શહેર પોલીસની ટીમે ગુમશુદાની શોધ અને વડીલોની સેવા સહિત ખૂબ સંવેદના ભરેલી કામગીરી કરી છે. સાંસદ, ધારાસભ્યો એ પણ તેની પ્રશંસા કરી છે. આ ટીમની સંવેદનાસભર કામગીરીની મને ખુદને અનુભૂતિ થઈ છે. હું આ ટીમને ધન્યવાદ આપું છું.’
કમિશનરને જરૂર જણાયે મને જાણ કરે
સાથે જ મંત્રીએ એમ પણ કહ્યું કે વ્યાજખોરોના ત્રાસ સામે આખા રાજ્યમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોકો તેમના ત્રાસની બાબતમાં સ્થાનિક પોલીસને,પોલીસ કમિશનરને જરૂર જણાયે મને જાણ કરે. સાથે જ તેમણે કહ્યું કે રાજ્યમાં sop ને આધારે જુદાં જુદાં તહેવારો ઉજવાય રહ્યાં છે. ઈદના તહેવાર માટે sop નિર્ધારિત કરી છે. તે પ્રમાણે જુલુસમાં સંખ્યા મર્યાદા અને વિસ્તાર જાળવીને ઉજવણી કરી શકાશે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલા તલવાડી જેવી સ્થિતિ: જુનિયર ઈજનેરને જ બનાવી દીધા બાંધકામ સમિતિના નિષ્ણાત
આ પણ વાંચો: Big News: જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ, જાણો વિગત