રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરતમાં યોજાઈ મેરેથોન, સુરતવાસીઓ સાથે દોડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

|

Oct 31, 2021 | 10:41 AM

Surat: શહેરમાં પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરી સરદાર પટેલની જન્મજયંતિ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરતમાં યોજાઈ મેરેથોન, સુરતવાસીઓ સાથે દોડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Minister of State for Home Harsh Sanghvi

Follow us on

સુરત સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા હતા અને 3 કિલો મીટર સુધી દોડ પણ લગાવી હતી.

આજે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા એકતા દિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 કિલો મીટર અને 3 કિલો મીટરની દોડ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. તેમાં પણ ખાસ કરીને સુરતના ધારાભ્યો અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ સાથે સૂરત પોલીસ કમિશનર અજય તોમર અને પાલિકા કમિશનર પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં મંત્રી હર્ષ સંઘવીએ દોડ પણ લગાવી હતી.

સુરત વાસીઓ વહેલી સવારે દોડતા જોવા મળ્યા હતા. સુરતીઓએ 10 કિમીની દોડ લગાવી હતી. લોકોનો જુસ્સો વધારવા માટે હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરે પણ 3 કિલોમીટરની દોડ લગાવી હતી. પોતાના જ મત વિસ્તારમાં યોજવામાં આવેલી મેરેથોનમાં હર્ષ સંઘવી દોડવીર બન્યા હતા. આ દોડમાં વિજેતા લોકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આમ તો સુરતીઓ કોઈ પણ તહેવાર કે કોઈ પણ મુમેન્ટને ઉત્સાહથી ઉજવે છે. સુરતમાં પ્રસંગોને સારી રીતે અને લોકોમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે તે રતે આજે એકતા દિવસની ખાસ ઉજવણી કરી હતી. યુવાનો વૃદ્ધ લોકો અને મહિલાઓએ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં ભાગ લીધો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

નવાઇની વાત તો એ છે કે ગૃહ રાજ્યમત્રી સુરતમાં જ્યારે પણ આવે છે ત્યારે પોતાના અંદાજમાં જોવા મળતા હોય છે. સામન્ય વ્યક્તિની જેમ જાણે હજુ પણ ધારાસભ્ય હોય તે રીતે લોકોની વચ્ચે રહે છે, અને લોકોને સતત મળતા હોય છે. ત્યારે આજે દોડમાં પણ લોકોની જેમ સામન્ય રીતે દોડ લગાવી હતી. બાદમાં સુરત ખાણી પીણી માટે જાણીતું છે તો આજે દોડ બાદ હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરે બીજા અધિકારીઓ સાથે મળી ચા પણ પીધી હતી.

 

આ પણ વાંચો: મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ યાત્રા પર, દુબઈ એક્સ્પોમાં લેશે ભાગ

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

Next Article