Breaking News : અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે, 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે

|

Jan 17, 2023 | 12:37 PM

અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.

Breaking News : અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે, 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે
અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર

Follow us on

અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે. આ નિર્ણયથી અમદાવાદ અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.

વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા ચાલકોની રજૂઆત બાદ નિર્ણય

30મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી મેટ્રો રેલમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને મેટ્રો ટ્રેનનો સમયગાળો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે પછી ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેનની ટાઇમ ફ્રિકવન્સી ઘટાડવા પર પણ થઇ શકે છે વિચારણા

ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેસ-1 નું સમયપત્રક જે હાલ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે. તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી. ત્યારે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા વધારીને હંગામી ધોરણે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન પર દર 18 મિનિટમાં મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી મળે છે. તો ઉત્તર-પશ્ચિમ રુટ પર 25 મિનિટે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી છે. જો કે હવે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી ઓછી કરવા પર એટલે કે 18 કે 25 મિનિટના સ્થાને 15 મિનિટમાં જ મેટ્રો ટ્રેન મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં આ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગુજરાત મેટ્રો રેલ દ્વારા લેવાયેલા ટ્રેનના સમયપત્રકના ફેરફાર અંગેના નિર્ણયથી મુસાફરોને ઘણો મોટો ફાયદો રહેશે. હાલ આ નિર્ણય હંગામી ધોરણે એક મહિના માટે લેવામાં આવ્યો છે. જો મુસાફરોની સંખ્યા વધુ રહેશે, તો આ નિર્ણય કાયમી કરવા પર વિચારણા થઇ શકે છે.

 

Published On - 11:49 am, Tue, 17 January 23

Next Article