Weather: રાજ્યમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ, 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
Weather: રાજ્યમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે. તો 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ વિગત.
Gujarat: રાજ્યમાં બે સપ્તાહના ગાળામાં જ કમોસમી વરસાદનું (Unseasonal Rain) વધુ એક સંકટ ઘેરાયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી છે. હવામાન (Weather) વિભાગ પ્રમાણે, 2 ડિસેમ્બરે દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 3 અને 4 ડિસેમ્બરે કમોસમી વરસાદ કેર વર્તાવી શકે છે. 3 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, છોડાઉદેપુર, સુરત અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
તેવી જ રીતે 4 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે અને મધ્યમ વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. 1 ડિસેમ્બરથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વારાવરણ પલટાવાનું શરૂ થઈ જશે.
આ પણ વાંચો: ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જાણો વિગત