Mehsana: સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બનીને મેળવી રહી છે સ્વરોજગારી

|

Mar 10, 2023 | 7:26 PM

સખી મંડળની દરેક બહેનો વિવિધ કામગીરી કરી પ્રગતિ કરી રહી છે. આ કમાણીથી ઘર ખર્ચ માટે, બાળકોના શિક્ષણ માટે, વ્યવહારિક ખર્ચ માટે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી.

Mehsana: સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બનીને મેળવી રહી છે સ્વરોજગારી

Follow us on

સ્ત્રીઓ રોજગારી મેળવવાની દિશામાં આગળ વધે તે માટે રાજ્યમાં વિવિધ સખી મંડળો કાર્યરત છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા આસ્થા સખી મંડળની આશરે 35 જેટલી બહેનો વિવિધ વસ્તુઓ બનાવીને સ્વરોજગારી મેળવીને આવક મેળવી રહી છે. અહીની 35 જેટલી મહિલાઓ સખી મંડળથી સિવણના કામો, ગૃહ ઉદ્યોગમાં ખાખરા -પાપડ જેવા ખાદ્ય પદાર્થ તેમજ ભરત ગૂંથણ દ્વારા મહિને 30 હજારથી 35 હજાર રૂપિયાની માસિક આવક મેળવી આત્માનિર્ભર બની રહી છે.

આ અંગે આસ્થા ઔદ્યોગિક ઉત્પાદક મંડળીના પ્રમુખ તેમજ જય અંબે સખી મંડળના પ્રમુખ દીપિકાબેન પટેલે જણાવ્યું હતું કે જ્યારે કોરોનાની મહામારી વકરી હતી ત્યારે મહેસાણા તાલુકાના બલોલ ગામની 45 જેટલી મહિલાઓ ઘરે બેઠા માસ્ક બનાવીને રોજગારી મેળવી રહી હતી. અંદાજે રૂપિયા 17 થી 18 લાખની કામગીરી કરી આ મહિલાઓએ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હાલમાં અન્ય વસ્તુઓ પણ બનાવે છે.

આ કાર્ય સાથે સંકળાયેલા અસ્મિતા મોદીએ જણાવ્યું હતું કે અમે આઠેક વર્ષથી આસ્થા સખી મંડળના વિવિધ કામો થકી આસપાસની મહિલાઓને સ્વરોજગારી આપી રહ્યા છીએ. અસ્મિતાબેન સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલ ફરસાણ કુકિંગ તેમજ પર્સ વગેરે બનાવટના વેચાણની કામગીરી સંભાળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ મહિલાઓએ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી તેમજ વખાણી હતી.  શક્તિ સખી મંડળના સભ્ય  દક્ષાબેન પટેલે  જણાવ્યું હતું કે, વર્ષોથી ખાખરા, લસણ મરચાની ચટણી વેચીએ છીએ .અમે 20 બહેનો હાઉસવાઈફ છીએ. ઘર સંભાળવાની સાથે સાથે રોજગારી પણ ઊભી કરીએ છીએ. તેમજ માસિક રૂપિયા 4000 ની આસપાસ કમાણી કરી લઈએ છીએ.

સખી મંડળની દરેક બહેનો વિવિધ કામગીરી કામગીરી કરી પ્રગતિ કરી રહી છે. આ કમાણીથી ઘર ખર્ચ માટે, બાળકોના શિક્ષણ માટે, વ્યવહારિક ખર્ચ માટે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી. તાજેતરમાં દૂધસાગર ડેરી હોલ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહેસાણાના સાંસદ  શારદાબેન પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામ કરનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતી. જે પૈકી આ તકે પ્રદર્શનમાં પોતાના ઉત્પાદનો અને બનાવટો પ્રદર્શન સહ વેચાણ માટે મુકનાર આ સખી મંડળની આત્મ નિર્ભર મહિલાઓનો આત્મવિશ્વાસ અને પ્રયાસ જોવા લાયક હતો.

Next Article