Mehsana :147 કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર પટેલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

|

Jul 24, 2022 | 9:44 PM

મહેસાણામાં(Mehsana)વહેલી સવારે ભારે વરસાદ બાદ નવનિર્મિત સરદાર પટેલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં 147 કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના મહેસાણામાં(Mehsana)  વહેલી સવારે ભારે વરસાદ(Rain)  બાદ નવનિર્મિત સરદાર પટેલ અંડરપાસમાં(Underpass)  પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ મહેસાણામાં કેટલાક લોકોએ ચાર દિવસ પહેલાના ઉદઘાટન સમયના અને આજના વીડિયોને મર્જ કરી જોરદાર કટાક્ષ કર્યા હતા. સોશિયલ મીડિયામાં 147  કરોડનો વોટરપાર્ક એવા ટાઈટલ સાથે રમૂજી વીડિયો વાયરલ થયા હતા.જેમાં તંત્રની મશ્કરી સમાન વીડિયોએ મહેસાણા પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી. જો કે ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી ગણતરીના કલાકોમાં જ ઓસરી ગયા હતા.તો બીજી તરફ મહેસાણા ભાજપના મહામંત્રી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે અંડરપાસના થોડા કલાકો બાદનો વીડિયો વાયરલ કર્યો. જેમાં અંડરપાસમાં એક પણ ટીપુ પાણીનું જોવા મળતું ન હતું. ભાજપ આગેવાનોએ વાયરલ થયેલા વીડિયોને વિપક્ષની કરતૂત ગણાવી. મહેસાણાની પ્રજાને અંડરપાસ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી છે.

મહેસાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. જ્યારે રસ્તા તળાવ બની ગયા છે. જ્યારે મોઢેરા રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. તેમજ મહેસાણામાં ભારે વરસાદથી કરોડોના ખર્ચે નાખવામાં આવેલી પાણીની લાઇન ધસી પડી હતી. જેમાં હીરાનગરથી ખારી નદી સુધીની ત્રણ કિલોમીટર લાંબી લાઈન ધસી પડતા મસમોટા ખાડા પડયા હતા. જ્યારે યોગ્ય પુરાણ કર્યા વગર લાઇન નાખવામાં આવતા લાઇન બેસી ગઈ છે. મહેસાણાના બહુચરાજી વિસ્તારની તો અહીં રેલવેની કામગીરીથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં કાલરી રેલવે ફાટક પાસે જમીનથી ઉંચા લેવલે રેલવે પાટા નંખાતા વરસાદી પાણી ભરાયા હતા.

(With Input Manish Mishtri, Mehsana) 

Next Video