Mehsana: કાંટે કાંટે અલગ વજન, સસ્તા અનાજનાં દુકાનદારની કળા ઝડપી પાડતા ગ્રામજનો, મામલો હવે મામલતદારનાં હાથમાં

|

Jun 24, 2021 | 9:54 PM

Mehsana: મહેસાણાના સતલાસણા તાલુકાના ભાલુસણા ગામમાં, અહીં ગ્રામજનોને સસ્તા અનાજના દુકાનદાર પર શંકા જતા તપાસ હાથ ધરી. ગ્રામજનોની તપાસમાં અનાજની એક જ બોરીનું વનજ અલગ અલગ આવ્યું

Mehsana:એક તરફ વડાપ્રધાન ગરીબોને સસ્તુ અનાજ (Ration Shop) આપી રહ્યા છે તો બીજી તરફ કૌભાંડી(Scamster)ઓ ગરીબોનું અનાજ સગેવગે કરવાનો કારસો રચી રહ્યા છે.

કઇંક આવી જ ઘટના સામે આવી મહેસાણાના સતલાસણા તાલુકાના ભાલુસણા ગામમાં, અહીં ગ્રામજનોને સસ્તા અનાજના દુકાનદાર પર શંકા જતા તપાસ હાથ ધરી. ગ્રામજનોની તપાસમાં અનાજની એક જ બોરીનું વજન અલગ અલગ આવ્યું.

વેપારીના વજન કાંટામાં 30 કિલો 300 ગ્રામ અનાજનું વજન નોંધાયું, જોકે ગ્રામજનોના વજન કાંટામાં 26 કિલો 700 ગ્રામ અનાજનો જથ્થો નોંધાયો. ગ્રામજનોની તપાસમાં ગડબડ નજરે પડતા જ મામલતદારને રજૂઆત કરવામાં આવી. ગ્રામજનોનો આરોપ છે કે દુકાનદાર વજન કાંટામાં ગડબડ કરીને સરકારી અનાજનું કૌભાંડ ચલાવે છે અને ગરીબોના હકનું અનાજ સગેવગે કરે છે.

જણાવવું રહ્યું કે આ પહેલા પંચમહાલ અને મહિસાગરમાં પણ સસ્તા અનાજની દુકાનોમાં ગોબાચારી ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. ગ્રામજનોએ હલકી ગુણવત્તા વાળા અનાજનો વિડિયો બનાવીને વાયરલ કર્યો હતો. ગરીબો માટે ચલાવવામાં આવતી યોજનામાં ગરીબો પાસે ગુણવત્તાનાં નામે કાંકરા આવે છે જ્યારે આવી દુકાનો ચલાવનારા જરૂર માલદાર થઈ જતા હોય છે.

Published On - 9:50 pm, Thu, 24 June 21

Next Video