Mehsana: ઊંઝા નગરપાલિકાના 3 અપક્ષ નગરસેવકોનો વિવાદ સામે આવ્યો, મિટિંગમાં દાદાગીરી કરવા બદલ ફટકારી નોટિસ

|

Jul 03, 2021 | 4:45 PM

Mehsana: ઊંઝા નગરપાલિકામાં ગત 2 જૂનના રોજ વિવાદ સર્જાયો હતો. ઊંઝા નગરપાલિકામાં સફાઈ અંગે આયોજન કરવા બોલાવેલી બેઠકમાં અપક્ષ નગરસેવકોએ અશોભનીય વર્તન કર્યું હતું.

Mehsana: ઊંઝા નગરપાલિકાના 3 અપક્ષ નાગર સેવકોનો વિવાદ સામે આવ્યો છે. સફાઈ અંગેની મિટિંગમાં અશોભનીય વર્તન અને દાદાગીરી કરવા બદલ ત્રણેય નગર સેવકોને ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

 

 

ઊંઝા નગરપાલિકામાં ગત 2 જૂનના રોજ વિવાદ સર્જાયો હતો. ઊંઝા નગરપાલિકામાં સફાઈ અંગે આયોજન કરવા બોલાવેલી બેઠકમાં અપક્ષ નગરસેવક ભાવેશ પટેલ, જીતેન્દ્ર પટેલ અને અલકેશ પટેલ દ્વારા કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું.

 

કામ રુકાવટ ઉભી કરી દાદાગીરી કરી હોવાની રજુઆત થઈ હતી, ત્યારે ઊંઝા નગરપાલિકા ચીફ ઓફિસરે નગરસેવકોને નોટિસો ફટકારી કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનને લેખિત જાણ કરી હતી. આથી ગુજરાત કમિશ્નર મ્યુનિસિપાલિટીએ નગરસેવકોને નોટિસ ફટકારી છે અને આગામી 15 જુલાઈના રોજ બપોરે 2.30 વાગ્યે હાજર રહેવા કારણ દર્શક નોટીસ ફટકારી છે.

 

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદમાં વિકાસલક્ષી કાર્યો માટે, ગુજરાત સરકારે ફાળવી 702 કરોડ રૂપિયાની ગ્રાન્ટ

Next Video