દિવાળી વેકેશન બાદ મહેસાણાનું ઉંઝા માર્કેટ યાર્ડ શરૂ થયું, તલ,જીરું અને ઈસબગુલની આવક શરૂ

|

Nov 09, 2021 | 6:41 PM

ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ અને તલની આવક શરૂ થઈ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે પહોંચ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  મહેસાણામાં (Mehsana) દિવાળી(Diwali)  વેકેશન બાદ ઉંઝા માર્કેટ યાર્ડ(Unjha Market Yard) ફરી શરૂ થયું છે. ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ અને તલની આવક શરૂ થઈ છે. ઉંઝા માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે પહોંચ્યા છે. માર્કેટ યાર્ડ દિવાળીના તહેવારોને લઇ 8 દિવસ માટે બંધ હતું

જો કે આ વર્ષે ખેડૂતો દ્વારા જીરૂના પાકમાં વધુ પડતી જંતુનાશક દવાનો છંટકાવ કરાતા જીરૂની નિકાસ અટકી રહી છે.જેની સીધી અસર એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઉંઝાના જીરૂ અને તેના વેપારીઓ પર પડી રહી છે. તેમજ આ વર્ષે સારા ચોમાસાના પગલે પાકની ઉપજ પણ વધી છે. તેમજ તેના ભાવ પણ સારા મળી રહ્યા છે. જેના લીધે હાલ તો ખેડૂતો ખુશ છે.

ગુજરાતમાં ઊંઝા માર્કેટ યાર્ડ ઉપરાંત આજથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં પણ માર્કેટ યાર્ડ ખૂલ્યા છે. તેમજ સરકારે પણ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે.

કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી છે.. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1 હજાર 110 રૂપિયા નક્કી કર્યો છે.. ખેડૂતોને એક મણ મગફળીએ 1 હજાર 110 રૂપિયા મળી રહ્યા છે.. ગયા વર્ષે આ ભાવ 1 હજાર 55 રૂપિયા હતો. ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 3 કરોડને પાર, આ જિલ્લામાં થયા સૌથી વધારે ટેસ્ટ

આ પણ વાંચો: મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

Published On - 6:26 pm, Tue, 9 November 21

Next Video