Mehsana : પાણીની પારાયણ, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમના તળીયા દેખાયા

|

Aug 12, 2021 | 7:01 PM

ધરોઇ ડેમમાંથી મહેસાણા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પીવાનું અને સિંચાઇ માટે પાણી પુરૂ પડાય છે.ત્યારે ડેમની જળસપાટી ઘટતા ઉત્તર ગુજરાતના માથે પાણીનું સંકટ સર્જાઇ શકે છે.

Mehsana : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ તળીયાઝાટક થયો છે. વરસાદ ખેંચાતા ડેમમાં સતત પાણીનો ઘટાડો થઇ રહ્યો છે. હાલ ધરોઇ ડેમમાં માત્ર 34 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે ઉપયોગમાં લઇ શકાય તેટલો 14.3 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. તો ઉત્તર ગુજરાતના અન્ય 15 ડેમોમાં પણ 24.35 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે આ સમયે ધરોઇ ડેમની સપાટી 604 ફૂટ હતી. અને ચાલુ વર્ષે ધરોઇ ડેમની જળસપાટી 600 ફૂટે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમમાંથી મહેસાણા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પીવાનું અને સિંચાઇ માટે પાણી પુરૂ પડાય છે.ત્યારે ડેમની જળસપાટી ઘટતા ઉત્તર ગુજરાતના માથે પાણીનું સંકટ સર્જાઇ શકે છે.ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે,ધરોઇ ડેમનું મુખ્ય જળસ્ત્રાવ ક્ષેત્ર રાજસ્થાન છે.જો રાજસ્થાનમાં વરસાદ પડે તો જ ધરોઇ ડેમમાં પાણી આવે.ત્યારે હાલ રાજસ્થાનમાં પણ વરસાદની ખેંચ છે.સિંચાઇ વિભાગના અધિકારીઓનો દાવો છે કે હાલ પીવાના પાણીની કોઇ જ સમસ્યા નથી. પરંતુ જો વરસાદ ખેંચાય તો સિંચાઇ માટેનો પુરવઠો બંધ કરવાની નોબત આવી શકે છે.

 

Next Video