Mehsana : વિસનગરમાં 73 ભૂતિયા મિલકત હોવાનો ચોંકાવનારો ખુલાસો, મિલકતનો 34 લાખથી વધુનો વેરો બાકી

|

Sep 22, 2021 | 3:15 PM

હવે વિસનગર નગરપાલિકા 73 મિલકતની આકારણી ખોટી થઈ હોવાનું કારણ આપી રહી છે.વિરોધ પક્ષની વાત માનીએ તો મિલકત ન હોય તો આકારણી જ ન થાય. અને મિલકત ન હતી તો આકારણી શા માટે કરવામાં આવી તે પ્રકારનો સવાલ થાય છે.

મહેસાણાના વિસનગર શહેરમાં 73 ભૂતિયા મિલકત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નગરપાલિકાના ચોપડે આકારણી થયેલી 73 મિલકતનું સ્થળ પર અસ્તિત્વ જ નથી. અને તેની સામે આ 73 મિલકતોનો 34 લાખ કરતા વધુનો વેરો નગરપાલિકાના ચોપડે બાકી બોલે છે. પરંતુ જ્યારે નગરપાલિકા વેરો વસૂલવા ગઈ. ત્યારે ખબર પડી કે આવી કોઇ મિલકત સ્થળ પર મોજુદ જ નથી.

એવામાં સમગ્ર મામલો સામે આવ્યા બાદ નગરપાલિકા પ્રમુખે તપાસ સમિતિ નિમવાની જાહેરાત કરી. તો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ ઉપર મિલકત નહીં હોવાની હકીકતનો સ્વીકાર કરે છે. પરંતુ બીજી તરફ હવે નવરપાલિકા આ 73 મિલકતની ખોટી આકારણી થઈ હોવાનું કારણ આપી 34 લાખ કરતા વધુની રકમનો વેરો છોડવા તૈયાર થઈ છે.

હવે વિસનગર નગરપાલિકા 73 મિલકતની આકારણી ખોટી થઈ હોવાનું કારણ આપી રહી છે.વિરોધ પક્ષની વાત માનીએ તો મિલકત ન હોય તો આકારણી જ ન થાય. અને મિલકત ન હતી તો આકારણી શા માટે કરવામાં આવી તે પ્રકારનો સવાલ થાય છે.જો કે હવે વિસનગર નગરપાલિકા ના પ્રમુખ વર્ષાબેન પટેલે આ મામલે તપાસ સમિતિ નિમવાનો આદેશ આપ્યો છે.તો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ ઉપર મિલકત નહીં હોવાની હકીકતનો સ્વીકાર કરે છે.

ભૂતિયા મિલકતના મુદ્દે હાલ વિસનગર નગરપાલિકાના વહીવટ સામે પણ સવાલ ઉભા થયા છે. જો કે આ આકારણી વર્ષ 2013માં થઈ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ત્યારે હવે ખોટી આકારણી કોણે કરી તે એક તપાસનો વિષય છે.

Next Video