Mehsana : ગરીબ કલ્યાણ મેળામાં 4,197 લાભાર્થીઓને રૂ 754.47 લાખની સહાય અપાઇ

|

Feb 25, 2022 | 6:29 PM

મહેસાણામાં ગરીબ કલ્યાણ મેળામાં 4,197 લાભાર્થીઓને રૂ 754.47 લાખની સહાય આપવામાં આવી છે.ગરીબ કલ્યાણ મેળા પહેલા મહેસાણા જિલ્લામાં 64,997 લાભાર્થીઓને 21248.78 લાખ રૂપિયાની સહાય અપાઇ છે.

Mehsana : ગરીબ કલ્યાણ મેળામાં 4,197 લાભાર્થીઓને રૂ 754.47 લાખની સહાય અપાઇ
Mehsana Garib Kalyan Melo

Follow us on

મહેસાણા(Mehsana)  જિલ્લા કક્ષાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં (Garib Kalyan Melo) શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીએ વિકાસની રાજનીતિના નવતર અભિગમથી ગરીબ-વંચિત-દરિદ્રનારાયણને વિકાસના લાભ પહોંચાડયા છે.તેમણે ઉમેર્યું હતું કે સમાજના લોકોને એક સાથે લઇ તેમના વિકાસની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)  નેતૃત્વમાં સરકાર સફળતાપૂર્વક આગળ વધારી રહી છે. આઝાદીના ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ અમૃત મહોત્સવના ફળ રાજયના છેક છેવાડાના માનવીને મળી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં 64,997 લાભાર્થીઓને 21248.78 લાખ રૂપિયાની સહાય

મંત્રી વાઘેલાએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીના દર્ઢ નિશ્ચયથી વ્યક્તિના બેંક અકાઉન્ટમાં જ સહાય સીધી ડી.બી.ટી.ના માધ્યમ દ્વારા જમા કરવાથી પૂરા પૈસા તેના સુધી પહોંચતા થયા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રૂ 1.47 કરોડ લાભાર્થીઓને રૂ 26676.69 કરોડની સહાય આપેલ છે.મહેસાણા જિલ્લામાં આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 4,197 લાભાર્થીઓને રૂ 754.47 લાખની સહાય આપવામાં આવી છે.ગરીબ કલ્યાણ મેળા પહેલા મહેસાણા જિલ્લામાં 64,997 લાભાર્થીઓને 21248.78 લાખ રૂપિયાની સહાય અપાઇ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ જેવી કે કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટપ યોજના, નલ સે જલ યોજના, આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓને અમલી બનાવી વિકાસને વેગ આપ્યો છે.

સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતુ કે,આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશ વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવે છે. પ્રજાની નાની નાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અને જરૂરિયાતો પૂરી કરવા આ સરકારે ઉદાર યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ ગામડામાં બેઠેલા ગરીબ, વંચિત, ખેડુત, વૃદ્ધ, નિરાધાર અને ગંગા સ્વરૂપ બહેનોને મળી રહ્યો છે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સૌહાર્દ એ જ વિકાસની સાચી પારાશીશી

રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે પરિણામલક્ષી નિષ્ઠા અને જનસેવાની આરાધના માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને તેમની ટીમ ગુજરાત સતત પરિશ્રમ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આપણી આજુબાજુની વ્યક્તિઓ,સમાજમાં કોઇ દુખી હોય, પીડિત હોય, તો તેની પીડાને આપણે સમજીએ,દૂર કરવાનો પ્રયાસ કરીએ તેજ સાચી સદભાવના છે. એકતા,પરસ્પર વિશ્વાસ અને સામાજિક સૌહાર્દ એ જ વિકાસની સાચી પારાશીશી છે.

મેળામાં પંચાયત વિભાગ દ્વારા ગરીબ કલ્યાણ મેળા

મહેસાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં બલોલના દિપીકાબહેન દ્વારા સરકારી લાભો અંતર્ગ થયેલ જીવન ધોરણ સુધારા અંગે પોતોના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત રમેશભાઇ પટેલે તેમના પુત્ર નૃપેશની આરોગ્ય યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારની વિગતો રજૂ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગરીબ કલ્યાણ મેળામાં મહેસાણા જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજીત લોકડાયરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા,મેળામાં પંચાયત વિભાગ દ્વારા ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે સહિત સ્વચ્છતાની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીથી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યું હતું.

આર.બી.એસ.કે ની સાત મોબાઇલ વાનને લીલી ઝંડી

ગરીબ કલ્યાણ મેળામાં સખી મંડળને ફ્રુડ પ્રોડક્ટ,મિનરલ વોટર પ્લાન્ટ અને સિમેન્ટ બ્લોક,પી.એ.જે..એ વાય કાર્ડ,ડો આંબેડકર આવાસ યોજના,કુંવરબાઇનું મામેરૂ યોજના,સરસ્વતી સાધના યોજના,માનવ ગરિમા યોજના,ડો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના,વિદેશ અભ્યાસ લોન ડી.એ.વાય-એન.આર.એલ.એમના મંજુરી પત્રો,દરજીકામની કીટ,પાપડ બનાવટ,હેર કટિગ સહિત સ્ટેજ પરથી 33 લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાથી લાભાવિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ની સાત મોબાઇલ વાનને લીલી ઝંડી મહાનુંભાવો દ્વારા અપાઇ હતી. અત્રે ઉલ્લેખનીય  છેકે બાળકોના સ્વાસ્થયની તપાસ અંતર્ગત આ મોબાઇલ વાન પ્રચાર પ્રસારની કામગીરી કરનાર છે.

આ પણ વાંચો : Ahmedabad : જીટીયુએ ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કર્યા, ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે : ગૃહરાજ્યમંત્રી

આ પણ વાંચો : Surat : કિન્નર બનીને ચોરી કરતી ગેંગ ઝડપાઇ, બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે

 

Published On - 6:26 pm, Fri, 25 February 22

Next Article