Mehsana : 29 એપ્રિલથી 01 મે સુધી યોગ શિબિરનું આયોજન, 27 એપ્રિલ સુધી 900 નાગરિકોનું રજિસ્ટ્રેશન

|

Apr 29, 2022 | 6:21 PM

લોકોને આ સારા કાર્યમાં લોકોને જોડી પુણ્યમાં સહભાગી બનીએ અને લોકોને પણ બનાવવા જણાવાયું છે. ગુજરાત રાજય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ શિબિરમાં પધારવા સર્વે જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

Mehsana : 29 એપ્રિલથી 01 મે સુધી  યોગ શિબિરનું આયોજન, 27 એપ્રિલ સુધી 900 નાગરિકોનું રજિસ્ટ્રેશન
Mehsana: Planning of Yoga Camp from 29th April to 1st May

Follow us on

મહેસાણા (Mehsana) વિમલ પાર્ટી પ્લોટ મોઢેરા ચાર રસ્તા ખાતે 29 એપ્રિલથી 01 મે ના રોજ સવારે 05-30 કલાકથી સવારે 07-00 કલાક સુધી યોગ શિબિર (Yog Shibir) યોજાઇ રહી છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ મહેસાણા દ્વારા નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં યોગ સેવક શીશપાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ બોર્ડના સભ્યો ભાનુભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ ટીપરે, ડૉ. ચંદ્રસિંહ ઝાલા, હેમાબેન પરીખ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત 29 એપ્રિલના રોજ રાજ્ય સભા સંસદ જુગલજી ઠાકોર તેમજ અગ્રણી જશુભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગની પ્રવૃતિઓને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જનજન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની (Gujarat State Yoga Board)રચના કરવામાં આવી છે. આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અત્રે વિનંતી કરવામાં આવી છે કે યોગ શિબીરમાં રજિસ્ટ્રેશન ન કરેલ હોય તો પણ શિબિરમાં લોકોને લાવવા જણાવાયું છે.

લોકોને આ સારા કાર્યમાં લોકોને જોડી પુણ્યમાં સહભાગી બનીએ અને લોકોને પણ બનાવવા જણાવાયું છે. ગુજરાત રાજય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ શિબિરમાં પધારવા સર્વે જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. મહેસાણાની સર્વે જનતાને નમ્ર વિનંતી કે આવતીકાલથી શરુ થતી વિમલ પાર્ટી પ્લોટ, મોઢેરા ચાર રસ્તા,મહેસાણા નિ:શુલ્ક યોગ શિબિરમાં પધારવા નમ્ર અરજ કરાઇ છે. જેમાં લોકોને આ સારા કાર્યમાં જોડી પુણ્યના કાર્યમાં સહભાગી બનીએ અને લોકોને પણ બનાવવા જણાવ્યું છે.

આ પણ વાંચો

29 એપ્રિલથી 01 મે સુધી મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ ખાતે યોજાઇ રહેલ આ યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા મહેસાણા જિલ્લા કો ઓર્ડિનેટર અજીતભાઇ પટેલ, જિલ્લા પ્રભારી ઇશ્વરભાઇ ચૌધરી તાલુકા કો-ઓર્ડિનેટર જ્યંતિભાઇ પટેલ અને મિડીયા જિલ્લા પ્રભારી ઇમ્તિયાઝભાઇ મનસૂરીએ આમંત્રણ પાઠવેલ છે.

આ પણ વાંચો :ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી 9000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો :શું એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે ખૂબ મોટું જોખમ લે છે ?? ટ્વિટર ખરીદવા માટે તેને રોકડ ક્યાંથી મળશે ??

Next Article