Mehsana : ONGC અને યંગ સીટીઝન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કસલપુરા ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

|

Mar 21, 2022 | 10:47 PM

સુદિપ ગુપ્તાએ ઉમેર્યું હતું કે સારૂ આરોગ્ય સારા જીવનમાં પરીણમે છે.આરોગ્યની સુખાકારી માટે ગ્રામ્યજનો જાગૃત બને તે માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ આયોજીત કર્યો છે. આ કેમ્પથી ગ્રામ્યજનોને સ્થળ પર બીમારીનું નિદાન મળી રહેશે તેમજ અન્ય ગંભીર રોગ પકડી શકાય તો જેનાથી ત્વરીત નિદાન થઇ શકે છે.

Mehsana : ONGC અને યંગ સીટીઝન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કસલપુરા ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
Mehsana: ONGC and Young Citizen of India jointly organized a free diagnosis camp in Kasalpura village.

Follow us on

મહેસાણા (Mehsana) જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામે ઓ.એ.જી.સી (ONGC)અને યંગ સીટીઝન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં (CAMP)ઓ.એન.જી.સીના એસેટ મેનેજર સુદિપ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓ.એન.જી.સી આપણા સૌની છે. ઓ.એન.જી.સીએ હમેશાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે ગ્રામ્યજનોની સુખાકારી માટે કટિબધ્ધ રહી છે.

ગ્રામજનોની સુખાકારી માટે ઓ.એન.જી.સી સામાજિક જવાબદારીના ભાગ રૂપે હમેશાં કટિબધ્ધ રહી છે – સુદિપ ગુપ્તા,એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એસેટ મેનેજર ઓ.એન.જી.સી

સુદિપ ગુપ્તાએ ઉમેર્યું હતું કે સારૂ આરોગ્ય સારા જીવનમાં પરીણમે છે.આરોગ્યની સુખાકારી માટે ગ્રામ્યજનો જાગૃત બને તે માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ આયોજીત કર્યો છે. આ કેમ્પથી ગ્રામ્યજનોને સ્થળ પર બીમારીનું નિદાન મળી રહેશે તેમજ અન્ય ગંભીર રોગ પકડી શકાય તો જેનાથી ત્વરીત નિદાન થઇ શકે છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

એસેટ મેનેજર ગુપ્તાએ ઉમેર્યું હતું કે ગ્રામ્યજનોના સહયોગથી ઓ.એન.જી.સી દ્વારા જમીનમાંથી નીકાળવામાં આવતા તેલથી રાષ્ટ્રનો વિકાસમાં મદદ થઇ રહી છે.ઓ.એન.જી.સી દ્વારા રાષ્ટ્ર વિકાસના સહયોગમાં ગ્રામજનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. એસેટ મેનેજરે બેટી બચાઓ બેટી પઢાઓ સામાજિક અભિયાને સાથે મળીને નવી ઉંચાઇ પર લઇ જવા સહિત દિકરા-દિકરી વચ્ચે ભેદરેખા નહિ રાખવા અપીલ કરી હતી.

યંગ સીટીઝનના ડો અમર વ્યાસે જણાવ્યું હતું કે સર્વ રોગ નિદાન કેમ્પમાં ઓર્થોપેડિક,સ્ત્રીરોગ,ફીઝીશીયન જેવા નિષ્ણાત ડોકટરોની ટીમ ઉપસ્થિત રહી છે.આ ટીમ દ્વારા ગ્રામ્યજનોને આરોગ્યલક્ષી સુચનાઓ અને જાગૃતિ બાબતે વાકેફ કરવામાં આવેલ છે.

કાર્યક્રમમાં ઓ.એન.જી.સીના એસેટે મેનેજરે કસલપુરા પ્રાથમિક શાળાને બેટી બચાઓ,બેટી પઢાઓ સાઇનબોર્ડ અને પ્રાથમિક સારવારની કીટ આપી હતી.આ પ્રસંગે કસલપુરા ગ્રામ્યજનો દ્વારા ઓ.એન.જી.સી અને યંગસીટીઝના અધિકારીઓ,પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓ.એન.જી.સીના ચીફ જનરલ મેનેજર દેબાશીષ બોરા, જનરલ મેનેજર એચ.આર એ.એસ.રાવ,કસલપુરા ગામના સરપંચ કે.એન.ચાવડા સહિત ગ્રામ્યજનો,ડોકટરો,મેડીકલ-પેરામેડીકલ ટીમ,આરોગ્ય લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

આ પણ વાંચો : જાણો IPL 2022 પહેલા સૌથી સફળ ટીમ કઈ? છેલ્લી 14 સિઝનમાં માત્ર 6 ટીમોએ ટાઈટલ જીત્યું, 2નો દબદબો રહ્યો

Next Article