Mehsana: ફાર્મસી કોલેજમાં ભણતી તિતિક્ષાના હત્યારા પ્રવિણ ગાવિતની થઈ ધરપકડ, પરિવારજનોએ ઇન્સ્ટિટયૂટ પર ઉઠાવ્યા સવાલો

|

May 03, 2023 | 7:17 PM

આશ્રમ ગ્રૂપ ઇન્સ્ટિટયૂટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સત્સંગી સાકેતધામ ઇન્સ્ટિટયૂટ માં વિદ્યાર્થિનીઓ નથી સુરક્ષિત ? વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કૉલેજમાં કેમ  વ્યવસ્થા નથી?

Mehsana: ફાર્મસી કોલેજમાં ભણતી તિતિક્ષાના હત્યારા પ્રવિણ ગાવિતની થઈ ધરપકડ, પરિવારજનોએ ઇન્સ્ટિટયૂટ પર ઉઠાવ્યા સવાલો

Follow us on

મહેસાણાના વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લાંઘણજ પોલીસે હત્યાના આરોપી પ્રણવ ગાવિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને અંજામ આપનારો શખ્સ તિતિક્ષાનો સહ-અભ્યાસી અને તેના બાજુના ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રણવ ગાવિત યુવતીને પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો.

આરોપી પાસેથી જાણવા મળી તિતિક્ષાની હત્યાની વિગતો

આરોપી તિતિક્ષાને કોલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના રૂમ નંબર-2માં લઈ ગયો હતો. ત્યારબાદ તિતિક્ષાનું મોઢું અને નાક દબાવી દઈને હત્યા કરી હતી ત્યાર બાદ પ્રવિણ ફરાર થઈ ગયો હતો. હતો. હત્યા પહેલા વિદ્યાર્થિનીના રિસર્ચ લેબમાં જતા CCTVનો ફોટો પણ સામે આવ્યો છે. તિતિક્ષા પટેલ સત્સંગી સાકેતધામ ઈન્સ્ટીટ્યૂટ ઇન્સ્ટીટ્યુટમાં બી-ફાર્મ સેમેસ્ટર-6માં અભ્યાસ કરતી હતી.

તિતિક્ષાના પરિજનોનો આરોપ છે કે કોલેજના સંચાલકોએ તેમનાથી ઘટનાને છૂપાવી. એટલું જ નહીં તિતિક્ષાની માહિતી આપવામાં પણ કોલેજ સંચાલકોએ ઠાગાઠૈયા કર્યાનો આરોપ લગાવ્યો હતો.  તિતિક્ષાના ભાઇનો દાવો છે કે કોલેજ સંચાલકોએ CCTV ફૂટેજ બતાવવામાં પણ આનાકાની કરી હતી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ઇન્સ્ટિટયૂટ સામે પણ ઉઠ્યા સવાલો

તો બીજી તરફ ઘટનાને લઈ આશ્રમ ગ્રૂપ ઇન્સ્ટિટયૂટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સત્સંગી સાકેતધામ ઇન્સ્ટિટયૂટ માં વિદ્યાર્થિનીઓ નથી સુરક્ષિત ? વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કૉલેજમાં કેમ  વ્યવસ્થા નથી? વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે ? ઇન્સ્ટિટયૂટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી ? અને ઇન્સ્ટિટયૂટ પોતાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે ?

મહેસાણામાં એક જ અઠવાડિયામાં થઈ હત્યાની બે ઘટનાઓ

મહત્વનું છે કે મહેસાણામાં છેલ્લા એક જ અઠવાડિયામાં હત્યાની બે ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પહેલા 25 એપ્રિલે મોલમાં નોકરી કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રિક્ષાચાલકે યુવતીને મહેસાણા સિવિલથી બેસાડી હતી. બાદમાં અવાવરૂં જગ્યાએ ઉતારી યુવતી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article