Mehsana : સાંસદ શારદાબેન પટેલે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી

|

Mar 03, 2022 | 6:40 PM

યુક્રેનની પરત આવેલા મહેસાણા જીલ્લાના 15 થી વધારે વિદ્યાર્થીઓ સવારે 8.30 વાગે પહોંચ્યાં હતા તેમાંથી અમુક વિદ્યાર્થીઓની મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તેમના ઘરે જઈને મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી ત્યાંની પરિસ્થિતિની માહિતી લીધી અને પરિવારજનો સાથે પણ વાતચીત કરી

Mehsana : સાંસદ શારદાબેન પટેલે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
Mehsana MP Shardaben Patel Meet Student Return From Ukraine

Follow us on

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાની યુદ્ધની(Russia Ukraine War)ગંભીર પરિસ્થિતિમાં અનેક દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. જેમાં ભારતીયો પણ યુક્રેનમાં ફસાયેલા છે તેમા મોટાભાગના મેડિકલ સ્ટુડન્ટસ(Student)  છે. આવી ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે પ્રધાનમંત્રી રોજે રોજ બેઠકો કરીને પરિસ્થિતિ ઉપર પોતાની નજર બનાવી રાખી છે. જ્યારે ભારત સરકારના ચાર સીનીયર મંત્રીઓ ને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલ્યા છે અને તે ત્યાં હાજર રહી ભારતીયોને મદદ કરી રહ્યા છે.તેવા સમયે મહેસાણાના(Mehsana)  સાંસદ શારદાબેન પટેલની ઓફીસ દ્વારા પણ મહેસાણા જીલ્લાના તમામ લોકો જે યુક્રેનમાં છે તેમના પરિવારજનોને ફોન કરીને યુક્રેનમાં તેમના દીકરા-દીકરીઓના સમાચાર લીધા હતા અને વિદેશ મંત્રાલય અને એમ્બેસી ને તેમની હાલની પરિસ્થિતિ અને લોકેશન વિષે જાણ પણ કરી હતી.

ઋષિ ઉપાધ્યાયનો તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી આપ્યો

જ્યારે વડનગરના ઋષિ ઉપાધ્યાય કરીને એક વિદ્યાર્થીનો તેના ફેમીલી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તેમાંનો પરિવાર ખુબ જ દુખી અને પરેશાન હતો. મહેસાણાના સાંસદ દ્વારા ઊંઝાના ચેતનભાઈ અને પોલેન્ડ લોકલ ગ્રુપને માહિતી આપવામાં આવી હતી અને પોલેન્ડમાં રહેતા લોકલ ભારતીયો દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી અને શોધ ખોળ કરી હતી અને સાંજ પડતા પડતા ઋષિ ઉપાધ્યાયનો તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી આપ્યો હતો.ગુજરાત સરકાર પણ યુક્રેનથી ઓપરેશન ગંગાની મદદ થી ભારત પરત આવતા વિદ્યાર્થીઓને વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવી રહી છે. જે અંતર્ગત ત્રીજી માર્ચના રોજ 4 બસો દ્વારા અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત આવ્યા હતા. જેમનું ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું.

15 થી વધારે વિદ્યાર્થીઓ મહેસાણા પહોંચ્યાં

યુક્રેનની પરત આવેલા મહેસાણા જીલ્લાના 15 થી વધારે વિદ્યાર્થીઓ સવારે 8.30 વાગે પહોંચ્યાં હતા તેમાંથી અમુક વિદ્યાર્થીઓની મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તેમના ઘરે જઈને મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી ત્યાંની પરિસ્થિતિની માહિતી લીધી અને પરિવારજનો સાથે પણ વાતચીત કરી  તેમની ખુશીમાં વધારો કર્યો. દીકરા-દીકરીઓ આવી ભયાનક પરિસ્થિતિમાં થી ઘરે ક્ષેમ કુશળ પહોંચી આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વિદેશ મંત્રાલય અને એમ્બેસીના સંપર્કમાં

વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ભારત સરકાર, પોલેન્ડ સરકાર અને ત્યાંની સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક ભારતીયો નો માન્યો આભાર અને શારદાબેન નો પણ વિદેશ મંત્રાલય અને એમ્બેસી ને માહિતી આપી ભારતીયો ને મદદ કરવા આભાર માન્યો હતો. તેમજ સાંસદ શારદાબેન હજુ પણ ત્યાં રહેલા મહેસાણા જીલ્લાના અને અન્ય ભારતીયોને ઝડપથી ભારત લાવવા માટે વિદેશ મંત્રાલય અને એમ્બેસીના સંપર્ક માં છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે કેન્દ્રની ભાજપ સરકાર તમામ ભારતીયોને સહી સલામત વતન પરત લાવી દેશે.

આ પણ વાંચો : Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ

આ પણ વાંચો :  Gujarat Budget 2022 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 517 કરોડની જોગવાઇ

 

Published On - 6:34 pm, Thu, 3 March 22

Next Article