મહિલાઓ સશક્ત(Women Empowernment)બને,સમૃદ્ધ બને અને પોતાનો સર્વાંગી વિકાસ કરે એ હેતુસર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.આ પ્રકારનું જ એક પર્વ ”નારી વંદન ઉત્સવ”(Nari Vandan Utsav) એ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી મહેસાણા(Mehsana)ખાતે કલેકટર કચેરીએ કરવામાં આવી હતી.જે ‘કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 પર આધારિત હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ જયોત્સના બહેન હતા.જેઓ મહેસાણા જિલ્લાના કાર્યસ્થળે મહિલાઓની જાતીય સલામતી સમિતિના અધ્યક્ષ છે.જેમને પોતાના ઉદબોધન જણાવ્યું કે,નારી શક્તિ એ જગતની કલ્યાણકારી શક્તિ છે.આ જગતનો આધાર નારી પર જ રહેલો છે.આથી નારી સામાજિક,આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક,શારીરિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત હોવી જરૂરી છે.પોતાના કાર્યસ્થળ પર મહિલાએ ડરવાની જરૂર નથી તેમજ કોઈ ધમકાવે તેમ છતાં પણ ગભરાવવાની જરૂર નથી કારણ કે કાર્યસ્થળે મહિલાઓની જાતીય સલામતી સમિતિ હંમેશા તેની સાથે છે.
જયોત્સના બહેને એ પણ જણાવ્યું કે,કાર્યસ્થળ પર મહિલાઓને સ્વસ્થ અને ભયમુક્ત વાતાવરણ મળે અને તેનો સર્વાંગી વિકાસ કરીને પોતે પણ આત્મનિર્ભર થાય,તેનો પરિવાર પણ આત્મનિર્ભર બને અને અંતે ભારત આત્મનિર્ભર બને એ પ્રકારના પ્રયાસો ભારત સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે.
આ પ્રસંગે એડવોકેટ રેખા જોષી પણ હાજર રહ્યા હતા.તેમને જણાવ્યું કે,આપનું બંધારણ એ દેશના તમામ કાયદાનો સાર છે.આપના સંવિધાને મહિલાઓને સમાનતા,રક્ષણ,સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો ઉપલબ્ધ કરાવ્યા છે જેથી તેનો સર્વાંગી વિકાસ થાય.પોતાના કાર્યસ્થળે મહિલાઓને સ્વતંત્ર,નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણ મળે તેમજ મહિલા જાતીય સલામતીનો ભોગ ન બને એ માટે નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા”વિશાખા દિશાનિર્દેશ” પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ વેળાએ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સલામતી સમિતિના અધ્યક્ષશ્રી જયોસના બહેન,એડવોકેટ રેખાબહેન જોષી,વિસનગર નગરપાલિકાના પ્રમુખશ્રી વર્ષાબહેન પટેલ,નાયબ કલેકટરશ્રી હર્ષનિધિ શાહ,પોલીસ અધિકારીશ્રી,મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રી મુકેશભાઇ અને વિવિધ કચેરીથી આવેલી મહિલા કર્મીઓ હાજર રહી હતી.