Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે

|

Feb 27, 2022 | 11:06 AM

આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના 0થી 5 વર્ષની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ 2007 પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલો નથી.

Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે
Mehsana: Launch of Pulse Polio Campaign under National Immunization Day

Follow us on

મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરના ભૂલકાઓને બે બુંદ જિંદગીના પીવડાવીને પોલિયો સામે સુરક્ષા કવચ પ્રદાન કરતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health minister Rushikesh Patel) પોલિયો વિરોધી રસી આપવાનું અભિયાન શરુ કરાવ્યુ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઈમ્યુનાઈઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 0થી 5 વર્ષની વયના બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પોલીયો રસીકરણ અભિયાનમાં 0થી 5 વર્ષની વયના રાજ્યના તમામ બાળકોને રસીકરણનો લાભ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો છે. સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોવાથી વિસનગર તાલુકાથી રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના 2.42 લાખ અને વિસનગરના 37 હજાર જેટલા બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના 0થી 5 વર્ષની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ 2007 પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલો નથી. પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના બાળકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સમયાંતરે પલ્સ પોલિયો અભિયાન હાથ ધરવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી પલ્સ પોલિયો રવિવારે ગુજરાતમાં 75 લાખથી વધુ, મહેસાણા જિલ્લામાં 2.42 લાખ જેટલા અને વિસનગર તાલુકામાં 37 હજારથી વધુ 0થી 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચ જ આપવામાં આવશે તેમ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.

બાળકો માટે રસીકરણની યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થઈ જાય છે. જો કે પોલીયો વિરોધી રસીથી બાળકોને આ રોગથી બચાવી શકાય છે.

આ પણ વાંચો- ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા

આ પણ વાંચો- યુક્રેનમાં ફસાયેલા 32 વિદ્યાર્થી રેસ્ક્યૂ ફ્લાઈટથી સહી સલામત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, તમામ ગુજરાત આવવા થયા રવાના

Next Article