Mehsana: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ, મહિલાઓનું સન્માન કરાયું

|

Mar 08, 2022 | 8:04 PM

મહેસાણા જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓં સન્માન સહિત વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા પુન લગ્ન આર્થિક સહાય યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ,ચેક વિતરણ મહાનુંભાવાનો હસ્તે કરવામાં આવ્યા હતા.

Mehsana: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ, મહિલાઓનું સન્માન કરાયું
Mehsana International Women Day Celebrated

Follow us on

મહેસાણા(Mehsana)  ટાઉનહોલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની (International Women Day) ઉજવણીમાં ઉપસ્થિત સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના(Women)  સાથ અને સહકારથી જિલ્લામાંથી કુપોષણ દુર કરવાનું છે.તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓની બાળકોને સારા નાગરિક બનાવી ઉન્નત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગીતા જરૂરી છે. સંસદ સભ્ય શારદાબેન પટેલે ઉમેર્યું હતુ કે મહિલાઓની રાજકીય 50 ટકા ભાગીદારી મેળવી રહી છે જે આપણા માટે સૌથી મોટી જવાબદારી છે. સમાજનો વિકાસ મહિલાઓના ઉત્થાન થકી શક્ય છે.મહિલાઓ સમાજ જીવનમાં રોજગારી નિર્માણ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે તેમ જણાવી મહિલાઓને લગતી યોજનાઓ સંબધિત સાંસદે માહિતી આપી હતી અત્રે ઉલ્લેખનીય છેકે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેન્સરગ્રસ્ત મહિલાઓને માથાના વાળ ખરી જતા હોય તેવી મહિલાઓને હુંફ મળી રહે તે માટે સામાજિક અગ્રણી કુન્દનબહેન પટેલે મુંડન કરાવી વીંગ બનાવવા માટે વાળનું પ્રેરણાદાયી દાન કર્યું હતું જેઓનું સન્માન મંચ પરથી કરવામાં આવ્યું હતું,

રમત ગમત ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરનાર પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિનું સન્માન

મહિલા દિન નિમિત્તે નારી શક્તિ પ્રતિજ્ઞા પર સહી ઝુંબેશના આયોજનમાં સંસદ સભ્ય સહિત તમામ મહાનુંભાવોએ હસ્તાક્ષર કરી ઝુંબેશને વેગ આપ્યો હતો. કાર્યક્રમમાં સંસદ સભ્યના હસ્તે કડી અને વિજાપુર તાલુકાની આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરનાર પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિનું સન્માન કરાયું હતું. ગંગા સ્વરૂપા શાન્તાબેન અને બબીબેનનું સન્માન કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ તેમના સ્થાન પર જઇને કર્યું હતું.

સર્ગભા માતાઓના સ્વાસ્થયની કાળજી માટે ખજૂર આપવાની જાહેરાત

આ પ્રસંગે ગજ્જર માલતીબેન અને પટેલ લત્તાબહેનને માતા યશોદા એવોર્ડથી સન્માનતી કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સામાજિક અગ્રણી મનુંભાઇ ચોક્સીએ આગામી છ માસના સમય દરમિયાન જરૂરીયાતમંદ સર્ગભા માતાઓના સ્વાસ્થયની કાળજી માટે ખજૂર આપવાની જાહેરાત કરી હતી. રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમમમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ કાર્યક્રમને ઉપસ્થિત જનમેદની અને મહાનુંભાવોએ નિહાળ્યો હતો

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

મહેસાણા જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓં સન્માન સહિત વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા પુન લગ્ન આર્થિક સહાય યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ,ચેક વિતરણ મહાનુંભાવાનો હસ્તે કરવામાં આવ્યા હતા.

મહિલા દિન નિમિત્તે જન્મેલ દિકરીઓને દિકરી વધામણાં કીટ આપવામાં આવી

બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન અંતગર્ત મહિલા દિન નિમિત્તે જન્મેલ દિકરીઓને દિકરી વધામણાં કીટ આપવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ Gendr Equality Today for A Sustainable Tomorrow થીમ આધારીત કાર્યક્મનું આયોજના કરાયું હતું.આ ઉપરાંત વિવિધ સ્ટોલ જેવા કે 181 અભયમ,સખી વન સ્ટોપ સેન્ટર,મહિલા શક્તિ કેન્દ્ર,પીબીએસસી,આંગણવાડી કેન્દ્રમાં અપાતા ફ્રુડ પોષણ ,ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ,કોવિડ 19 રસીકરણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્ટોલની સંસદ સભ્ય સહિત મહાનંભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી

આ પણ વાંચો : સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 23 વર્ષથી ચહેરાનો દેખાવ બદલીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : Kheda: નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

 

Published On - 7:56 pm, Tue, 8 March 22

Next Article