Mehsana: જિલ્લામાં 7 સ્થળોએ શ્રમિકોને ફ્કત 5 રૂપિયામાં મળશે ભોજન, શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

|

Apr 01, 2023 | 10:59 PM

શ્રમિકો પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને "શ્રમિક અન્નપૂર્ણા યોજના" ના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈને કાર્ડમાં દર્શાવેલ ઈ - નિર્માણ નંબર અથવા ક્યુ. આર. કોડ સ્કેન કરાવીને રુ.5 માં ટોકન મેળવી પોતાના ટિફિનમાં અથવા તો જમવા માટે ભોજન મેળવી શકે છે.

Mehsana: જિલ્લામાં 7 સ્થળોએ શ્રમિકોને ફ્કત 5 રૂપિયામાં મળશે ભોજન, શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

Follow us on

ગુજરાત રાજ્યના વિકાસ અર્થે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ ક્ષેત્રના શ્રમિક ભાઈઓ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે શુભ હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત બજારભાવ કરતાં અનેકગણા ઓછા ભાવમાં ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

મહેસાણા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શ્રુંખલામાં આજે ધારાસભ્ય કરશન સોલંકીએ કડી સેફાલી સર્કલ કડીયાનાકે ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજનાનું ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું,

જિલ્લામાં કુલ 07 કડીયાનાકા કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે.આ કેન્દ્રોમાં મોઢેરા ચોકડી-મહેસાણા,રાધનપુર ચોકડી-મહેસાણા,પરા ટાવર-મહેસાણા,અમરપુરા-મહેસાણા,સાવલા દરવાજા-વિસનગર અને ઐઠોર ચોકડી-ઊંઝા તેમજ આજે કડી સેફાલી સર્કલ કડીયાનાકે ખાતે અન્નપુર્ણા યોજના કેન્દ્રો શરૂ થયા છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ – નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, જેથી કરીને બાંધકામ ક્ષેત્રના દરેક શ્રમયોગીઓએ ઈ – નિર્માણ પોર્ટલમાં નોંધણી કરાવવી જરૂરી બને છે.

આ પણ વાંચો: Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video

શ્રમિકો પોતાનું ઈ – નિર્માણ કાર્ડ લઈને “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈને કાર્ડમાં દર્શાવેલ ઈ – નિર્માણ નંબર અથવા ક્યુ. આર. કોડ સ્કેન કરાવીને રુ.5 માં ટોકન મેળવી પોતાના ટિફિનમાં અથવા તો જમવા માટે ભોજન મેળવી શકે છે.આમ આ રીતે બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને એક ઈ – નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળી શકશે.

શ્રમિક વર્ગની એક આખા દિવસની કમાણી એક જ વ્યક્તિના ભોજન પાછળ ખર્ચાઈ જતી હોય છે, જયારે ગુજરાત સરકારે શ્રમિકોને માત્ર રુ.5 માં જ પુરા પરિવારનું એક સમયનું ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવવાનું ચાલુ કર્યું છે,જે દરેક શ્રમિક માટે આનંદની વાત છે.

આ પ્રસંગે ધારાસભ્ય સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,નગરજનો તેમજ સરકારી શ્રમ અધિકારી પ્રોજેક્ટ મેનેજર,ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમિક મિત્રો,અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…