Mehsana : ડીઝલની વધતી કિંમતની ST વિભાગ પર અસર, ખર્ચ ઘટાડવા બસની ટ્રીપોમાં ઘટાડો

|

Aug 10, 2021 | 11:05 PM

ડીઝલના વધતા જતા ભાવોની અસર એસ ટી તંત્રને પડી છે. મહેસાણા વિભાગ હેઠળના 12 એસટી ડેપોમાં દોડતી 1,268 ટ્રીપોમાંથી ઘટાડો કરીને 410 ટ્રીપો કરી દેવાઈ છે. જેનું સીધું કારણ ડીઝલનો ખર્ચ ઘટાડો કરવાનું છે.

Mehsana : ડીઝલના વધતા જતા ભાવોની અસર એસ ટી તંત્રને પડી છે. મહેસાણા વિભાગ હેઠળના 12 એસટી ડેપોમાં દોડતી 1,268 ટ્રીપોમાંથી ઘટાડો કરીને 410 ટ્રીપો કરી દેવાઈ છે. જેનું સીધું કારણ ડીઝલનો ખર્ચ ઘટાડો કરવાનું છે. 12 ડેપોમાં 80 ટકા રૂટ ચાલુ છે. પરંતુ કેટલાક રૂટ મર્જ કરીને ટ્રીપ ઘટાડી દેવાઈ છે. જેથી ડીઝલ ખર્ચને પહોંચી વળાય. ડીઝલના ભાવ વધારા પહેલા 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો મીટર ખર્ચ થતો હતો જે હવે રૂ.15 પ્રતિ કિલોમીટર થઈ રહ્યો છે. જેથી ડીઝલના ભાવ વધ્યા બાદ મહેસાણા એસ ટી વિભાગને રોજના લગભગ 7.50 લાખ રૂપિયા ખોટ જઈ રહી છે.

 

Next Video