Mehsana : આઇખેડૂત પોર્ટલમાંથી બાગાયતી કૃષિના લાભો લેવા ખેડૂતોને અપીલ કરાઇ

ગુજરાત(Gujarat)સરકારના બાગાયત ખાતા(Horticulture) દ્વારા ખેડૂતો(Farmers) માટે વર્ષ 2022 -23માં નવીન યોજના કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર ડેવલમ્પમેન્ટ કાર્યકર્મ અમલમાં મુકેલ છે.

Mehsana : આઇખેડૂત પોર્ટલમાંથી બાગાયતી કૃષિના લાભો લેવા ખેડૂતોને અપીલ કરાઇ
Horticultural Crop
Image Credit source: File Image
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:05 PM

ગુજરાત(Gujarat)સરકારના બાગાયત ખાતા(Horticulture) દ્વારા ખેડૂતો(Farmers) માટે વર્ષ 2022 -23માં નવીન યોજના કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર ડેવલમ્પમેન્ટ કાર્યકર્મ અમલમાં મુકેલ છે. આ કાર્યકર્મ હેઠળ બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ, GAP GAPGAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ જેવા ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. આ કાર્યકર્મ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે. બાગાયત યાંત્રીકરણ માટે સહાયનું ધોરણ બાગાયત અને ખેતી ખાતા હસ્તકની યોજનાઓમાં મળવાપાત્ર સહાયનાં ધોરણો મુજબ સહાય મળવાપાત્ર રહેશે. મહેસાણા જીલ્લાના ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઇ શકે તેવા આશયથી બાગાયત ખાતા દ્વ્રારા આઈ ખેડૂત પોર્ટલમાં 12/09/2022 થી આગામી 31/12/2022 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

આઈ ખેડૂત પોર્ટલ 15 /10/2022 સુધી સુધી ખુલ્લું મુકાયું

આ ઉપરાંત વર્ષ 2022-23 ની યોજના હેઠળ બાગાયત ખેતી કરતા તમામ પ્રકારના ખેડૂતો માટેની જીલ્લામાં અમલી રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં જુદા-જુદા ઘટકો જેવા કે,જેમાં વિવિધ ઘટકો જેવા કે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, ફળપાક પ્લાટીંગ મટીરીયલ માટે આઈ ખેડૂત પોર્ટલમાં 15 /09/2022 થી આગામી 15 /10/2022 સુધી સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

આ ઘટકમાં લાભ લેવા માગત જીલ્લાના તમામ ખેડૂતોએ સરકારના ikhedut.portal  ના માધ્યમ મારફત ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮ (અ)ના ઉતારા, આધાર કાર્ડ ની નકલ,બેંક પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક તેની પાછળ બીડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા ખાતે જમા કરાવી શકશે

Published On - 6:02 pm, Tue, 20 September 22