Mehsana : ઉંઝા અને બહુચરાજી તાલુકામાં ભારે વરસાદ, જળાશયોમાં નવા નીર આવ્યા

|

Sep 09, 2021 | 5:40 PM

મહેસાણાના ઉંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદનું આગમન થયું છે. તેમજ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) વરસી રહ્યો છે. જેમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. આ અંતર્ગત મહેસાણા(Mehsana) ના ઉંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદનું આગમન થયું છે. તેમજ શહેરી અને ગ્રામીણ  વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

જેમાં ઉંઝામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉંઝાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ જિલ્લાના જળાશયો વરસાદી પાણીથી ભરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. તેમજ સિદ્ધપુરમાં છેલ્લા 4 કલાકમાં બે ઈંચ વરસાદ ખબક્યો છે. જ્યારે પાટણ અને પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડતાં જનજીવનને પણ અસર પહોચી છે.

આ પણ  વાંચો : Ahmedabad:સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ સફળ, પરિવારને સોંપવામાં આવી

આ  પણ વાંચો : Gandhinagar : આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે, FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ

 

Published On - 5:25 pm, Thu, 9 September 21

Next Video