મહેસાણા : જાણીતા ઉધોગપતિ અને ગ્રીન એમ્બેસેડરે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી, 1,111 વૃક્ષોનું પોતાના ઋષિવનમાં વાવેતર કર્યું

|

Feb 06, 2022 | 6:46 PM

મહેસાણા જિલ્લાના વિસનગરના પ્રકૃતિ પ્રેમી એવા જીતુભાઇ પટેલ નામના વ્યકિત કે જેઓ ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર છે. તેમના દ્વારા વિજાપુર હિંમતનગર હાઇવે પર સાબરમતી કાંઠે મેન મેઇડ ( માનવ સર્જિત ) જંગલ તૈયાર કરાયું છે.

મહેસાણા : જાણીતા ઉધોગપતિ અને ગ્રીન એમ્બેસેડરે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી, 1,111 વૃક્ષોનું પોતાના ઋષિવનમાં વાવેતર કર્યું
Mehsana: Green Ambassador pays tribute to Lata Mangeshkar by planting 1,111 trees

Follow us on

લતા મંગેશકર ઉપવન

ગુજરાત સરકાર દ્વારા જેમને વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરમાં ગ્રીન એમ્બેસેડર (Green Ambassador)તરીકે નામના આપી છે એવા વિસનગરના જીતુભાઇ પટેલે (Jitubhai Patel)સ્વર સમ્રાગ્નિ લતાજીને (Late. Lata Mangeshkar)અનોખી વિદાય આપી છે. સ્વ. લતા મંગેશકરજી આ ફાની દુનિયાને પોતાની યાદો આપી અનંત વાટ પકડતા તેમના અનેક ચાહકો હૃદયસ્થ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

ત્યારે વૃક્ષએ જ જેમનું જીવન છે એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઇએ વિજાપુર નજીક આવેલા ઋષિવનમાં લતાજીની યાદ માં 1,111 વૃક્ષોનું વાવેતર કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. તેમજ વૃક્ષોથી હરિયાળા ઋષિવનમાં લતા મંગેશકર ઉપવન નામકરણ સાથે વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. આમ,જેમના સુરમાં હંમેશા હરીયાળી જોવા મળતી હતી. એવા લતાજીની યાદમાં તેમના અનન્ય ચાહક જીતુભાઈ પટેલ 1,111 વૃક્ષોનું વાવેતર અને લતા મંગેશકર ઉપવનનું નિર્માણ કરી હરિયાળી શ્રદ્ધાંજલિ અર્પી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કોણ છે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ ?

મહેસાણા જિલ્લાના વિસનગરના પ્રકૃતિ પ્રેમી એવા જીતુભાઇ પટેલ નામના વ્યકિત કે જેઓ ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર છે. તેમના દ્વારા વિજાપુર હિંમતનગર હાઇવે પર સાબરમતી કાંઠે મેન મેઇડ ( માનવ સર્જિત ) જંગલ તૈયાર કરાયું છે. 200 એકરમાં તેમના દ્વારા આ જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમને અહીં અત્યાર સુધી 8 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ જંગલ એ કુદરતી હોય છે.

પરંતુ મહેસાણાના જીતુભાઈ દ્વારા મેન મેઈન જંગલ એટલે માનવ સર્જિત જંગલ તૈયાર કર્યું છે. આ જંગલ એક બે એકરમાં નહિ પરંતુ 200 એકરમાં આ જંગલ તૈયાર કર્યું છે. એમાં પણ ફફત એક જ વ્યક્તિ દ્વારા તૈયાર કરાયું છે લોકડાઉનની જો વાત કરવામાં આવે છે. આ જંગલમાં લોકડાઉનના સમયમાં 50,000 છોડ વાવવામાં આવ્યા અને અત્યાર સુધી આ જંગલમાં 8 લાખ જેટલો વૃક્ષો વાવી ચુક્યા છે.

હાલના સમયમાં હાલમાં એકબાજુ માનવી પોતાની સુખાકારી માટે દિવસે દિવસે જંગલનો નાશ કરી રહ્યો છે. ત્યારે જીતુ પટેલએ સાબરમતીના કાંઠે એક આખું જંગલ ઉભું કર્યું છે. અને જેમાં તેમને 10 વર્ષમાં 8 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનો ઉછેર પણ કર્યો છે. સાથે આ જંગલમાં અનેક પશુપક્ષીઓ પણ વાસ કરે છે.

અત્યાર સુધી જીતુભાઇ પટેલ દ્વારા 12 લાખ જેટલા વૃક્ષોની વાવણી કરી છે. આમ તો જીતુભાઇ પટેલ વિસનગરના જાણીતા ઉધોગપતિ છે અને તેમના પ્રકૃતિ પ્રેમને જોઈને રાજ્ય સરકાર દ્વારા તેમને ગ્રીન એમ્બેસેડર તરીકે નિમણુંક કરાઈ છે. આ વખતે જ્યારે કોરોનાની બીજી લહેર હતી. ત્યારે ઓક્સિજનની કમી લોકોને વર્તાઈ હતી. ત્યારે આજે લોકોને જીતુભાઇ વધુ વૃક્ષો વાવવાનો અને તેને જતન કરવાનો સંદેશ પણ આપે છે.

 

આ પણ વાંચો : સંઘપ્રદેશ દમણમાં સફાઇ અભિયાન હાથ ધરાયું, 45 સ્થળોએ સફાઇ કામગીરી કરાઇ

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Next Article