Mehsana: પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય

|

Mar 13, 2022 | 5:54 PM

વિપુલ ચૌધરીએ કહ્યું કે 80 વર્ષના માણસે 3 દાયકા સુધી સેવા કરી હોય એમની સાથે પણ ગદ્દારી કરાઇ છે. ભૂતકાળમાં સાધારણ સભામાં હું પ્રવેશ ન કરી શકું તેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી.

Mehsana: પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય
વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીએ કરેલા નિવેદનોને ભારે વિરોધ થઈ રહ્યો છે.

Follow us on

પૂર્વ ગૃહમંત્રી (Former Home Minister) અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન (former chairman) વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય થયા છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના તૈયારીઓ શરૂ કરી દધી છે ત્યારે વિપુલ ચૌધરી પણ આ તક ઝડપી લેવા જ્ઞાતિનો સહારો લઈને મેદાનમાં પડ્યા છે. વિપુલ ચૌધરીની આગેવાનીમાં ચૌધરી (Vipul Chaudhary) સમાજના યુવાનોની અર્બુદા સેના નામના સંગઠનની રચના કરાઈ છે. જે અર્બુદા સેનાની વિજાપુરના પામોલમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં વિપુલ ચૌધરીએ સરકાર અને દૂધ સાગર ડેરી (Dudh Sagar Dairy) ના હાલના સત્તાધીશોને આડે હાથ લીધા હતા અને ડેરીના સત્તાધીશોને પપ્પુ કહી દૂધ સાગર ડેરી હવે રિવર્સ ગિયરમાં પડી હોવાના કટાક્ષ કરી સંબોધ્યા હતા.

વિપુલ ચૌધરી એ અર્બુદા સેના થકી સમાજને એક કરવા સમાજને નેક કરવો પડશે તેવું આહવાન કર્યું હતું. વિપુલ ચૌધરીને વધુમાં નિવેદન કર્યું હતું કે, 80 વર્ષના માણસે 3 દાયકા સુધી સેવા કરી હોય એમના સાથે પણ ગદ્દારી કરાઇ છે . ભૂતકાળમાં સાધારણ સભામાં વિપુલ ચૌધરી પ્રવેશ ન કરી શકે તેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી. જ્યારે પાટીદાર સમાજ સરકારનો વિરોધ કરતો હતો ત્યારે ડેરીમાં 3 – 3 દિવસ ભાજપની કારોબારી યોજવામાં આવતી . જેનો આભાર માનવાની જગ્યાએ અમને જેલ બતાવી . દૂધ સાગર ડેરીમા વિપુલ ચૌધરી એ સમરસતા થી કામ કર્યું છે છતાં વિપુલ ચૌધરી સાથે ગદ્દારી કેમ ? ગદ્દાર હરિભાઈ વેલજીભાઈ ચૌધરી સમાજ સાથે ગદ્દારી કરવાનું તમને લાયસન્સ કોને આપ્યું છે ?

ડેરીના હાલના સત્તાધીશો પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, નવા પાવડર પ્લાન્ટ બનાવ્યા વગર દિલ્હીમાં થયેલ ડેરી નો ઉપયોગ કરવો જોઈએ. પણ અહી તો પપ્પુ ના માધ્યમ થી ડેરી રિવર્સ ગિયર મા પડી છે . ગદ્દારો મીડિયામાં ભાવ જાહેર કરે એ જુદા અને પશુપાલકો ને ભાવ આપે એ જુદા હોય છે . અચ્છે દિન ! ક્યારે આવશે અચ્છે દિન !? આમ અર્બુદા સેના થકી ચૌધરી સમાજને એક થઈ સત્યના માર્ગ એ આગળ વધવા વિપુલ ચૌધરી એ આહવાન કર્યું હતું.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચોઃ તાપીમાં દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન, ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી : અમિત શાહ

Next Article