Mehsana: દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ, ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો

|

Dec 25, 2022 | 8:44 AM

રાજ્યમાં ડિસેમ્બર માસમાં મધુર ડેરી તેમજ  બનાસ ડેરીએ પશુપાલકોને ફેટના ભાવમાં ભાવ વધારો કરીને ફાયદો કરાવ્યો હતો. તે જ રીતે હવે દૂધ સાગર ડેરીએ પ્રતિ કલો ફેટના ભાવમાં વધારો આપવાનો નિર્ણય કરતા પશુપાલકોને મોટો ફાયદો થશે.

Mehsana:  દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ, ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો વધારો
અudhsagar Dairy

Follow us on

દૂધસાગર ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપતા એક કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આથી હવે પશુપાલકોને દૂધના એક કિલો ફેટના 750રૂપિયા મળતા હતા તેના બદલે 20 રૂપિયાના વધારા સાથે 770 રૂપિયા હતા. આ નિર્ણયનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે. તેમજ આ નિર્ણયને પગલે ડેરી  દૂધ ઉત્પાદકોને મહિને 7 કરોડ રૂપિયાના ભારણ સાથે આ ભાવ વધારો ચૂકવશે. ભાવ વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે  દૂધસાગર ડેરીએ છેલ્લા 2 વર્ષમાં ફેટના ભાવમાં કુલ 120 રૂપિયાનો વધારો આપ્યો છે . દૂધમાં  ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે.

અગાઉ દીવાળીમાં આપવામાં આવ્યો હતો વધારો

દૂધ સાગર ડેરીએ દીવાળી દરમિયાન પશુપાલકોને દૂધની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો હતો.

મધુર ડેરી તેમજ  બનાસ ડેરીએ પણ  પશુપાલકોને આપ્યો હતો ભાવ વધારો

ડિસેમ્બર માસમાં  ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો જાહેર કર્યો  હતો. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી  વધારીને  850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થઈ  રહ્યો છે મધુર ડેરીએ દાવો કર્યો હતો કે ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી  બાદ બનાસકાંઠા  જિલ્લામાં આવેલી બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. ચાલુ વર્ષમાં સતત ચોથી વાર બનાસ ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા જિલ્લાના અસંખ્ય પશુપાલકોને ફાયદો થયો છે.

મધુર ડેરી દ્વારા ‘પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજના’ હેઠળ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી ગાંધીનગર દ્વારા, દૂધની સાથે સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ પશુપાલકો અને ખેડૂતોને દૂધની જેમ તેમની કૃષિ પેદાશોમાં પણ ભાવ વધારાનો ફાયદો થાય તે માટે ‘મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ રૂપે વિવિધ વસ્તુઓ મળી રહે તે માટે ફળ, શાકભાજી અને મીનરલ વોટરના વેચાણનું પણ ભૂતકાળમાં આયોજન  કરવામાં આવ્યું હતું.

મધુર શાકભાજી સેતુ કાર્યક્રમ હેઠળ મધુર ડેરી દ્વારા આ ખેડૂતોને શાકભાજીના બિયારણથી માંડી બજાર સુધીની પ્રક્રિયામા ટેકનિકલ માર્ગદર્શન, બજાર વ્યવસ્થા પૂરી પાડી પોષણક્ષમ ભાવ મળી રહે અને ગાંધીનગરના ગ્રાહકોને યોગ્યભાવે ગુણવત્તાવાળા, સ્વચ્છ પાણીમાં ધોયેલા, તાજા શાકભાજી સમારેલા કે ફોલેલા મળી રહે છે.

Next Article